________________
ઓઘનિર્યુક્તિ
૧૭૧ ઉમેરવાથી સ્થવિરકલ્પીઓનાં ચૌદ ઉપકરણો થઈ જાય છે (૬૬૭-૬૭૦). આર્થિકાઓનાં પચીસ ઉપકરણો આ પ્રમાણે છે – ઉપરના બાર ઉપકરણોમાં માત્રક, કમઢગ તથા ઉગ્ગહરંતગ (ગુહ્ય અંગની રક્ષા માટે; આ નાવના આકારનું હોય છે), પટ્ટક (ઉગહરંતગને બંને બાજુથી ઢાંકનાર; આ વસ્ત્ર જાંગિયા જેવું હોય છે), અદ્ધોરુગ (આ ઉગહરંતગ અને પટ્ટકની ઉપર પહેરવામાં આવે છે), ચલનિકા (આ ઘૂંટણ સુધી આવે છે, આ સીવ્યા વિનાનું હોય છે. વાંસ ઉપર ખેલ કરનારા લોકો આ વસ્ત્ર પહેરતા), અભિતર નિયંસિણી (આ અડધી જાંગ સુધી લટકતું રહે છે; આનાથી વસ્ત્ર બદલતી વખતે લોકો સાધ્વીઓને જોઈને તેમની મશ્કરી કરતા નથી), બહિનિયંસિણી (આ ઘૂંટણો સુધી લટકતું રહે છે અને તેને દોરીથી કમરમાં બાંધવામાં આવે છે). નીચેનાં વસ્ત્રો શરીરના ઉપરના ભાગમાં પહેરવામાં આવતાં – કંચુક (વક્ષસ્થળ ઢાંકનારું વસ્ત્ર), ઉજ્જયિ (આ કંચુક જેવું જ હોય છે), વેકચ્છિય (આનાથી કંચુક અને ઉક્કચ્છિય બંને ઢંકાઈ જાય છે), સંઘાડી (આ ચાર રહેતી – એક પ્રતિશ્રયમાં, બીજી તથા ત્રીજી ભિક્ષા વગેરે માટે બહાર જતી વેળાએ અને ચોથી સમવસરણમાં પહેરવામાં આવતી), બંધકરણી (ચાર હાથ લાંબું વસ્ત્ર જે વાયુ વગેરેથી રક્ષા કરવા માટે પહેરવામાં આવતું; રૂપવતી સાધ્વીઓને કુબ્બા જેવી દેખાડવાને માટે પણ આનો ઉપયોગ કરવામાં આવતો – નિર્યુક્તિ ૬૭૪-૭૭; ભાષ્ય ૩૧૩-૩૨૦).
પાત્રના લક્ષણ બતાવતાં (૬૮૫-૨૯૦) પાત્ર વગેરે ગ્રહણ કરવાની આવશ્યકતા (૬૯૧-૭૨૫) તથા દંડ, યષ્ટિ, ચર્મ, ચર્મકોશ, ચર્મચ્છેદ, યોગપટ્ટક, ચિલિમિલી અને ઉપાનહ વગેરેનું પ્રયોજન બતાવવામાં આવ્યું છે (૭૨૮૭૪૦). ઉપધિ ધારણ કરવામાં અપરિગ્રહ– (૭૪૧-૭૪૭), પ્રમત્ત ભાવથી હિંસા અને અપ્રમત્ત ભાવથી અહિંસાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે (૭૫૦૭૫૩).
૧. બૃહત્કલ્પ-ભાષ્ય (૩. ૮૧૭-૮૧૯)માં નિમ્નલિખિત ઉપકરણોનો ઉલ્લેખ છે –
તલિકા (જોડાં), પુટક (બિમાર પડતી વખતે ઉપયોગમાં આવે છે), વર્બ (જોડાં સીવવા માટે ચામડાનો ટુકડો), કોશક (નખભંગની રક્ષા માટે અંગુઠી), કૃત્તિ (ચામડું), સિક્કક (છીકા જેવું સાધન જેમાં કંઈ લટકાવીને રાખી શકાય), કાપોતિકા (જમાં બાલમુનિ વગેરેને બેસાડીને લઈ જઈ શકાય), પિપ્પલક (છરી), સૂચી (સોય), આરા, નખહરણિકા (નેરણી), ઔષધ, નંદીભાજન, ઘર્મકરક (પાણી ગાળવા માટેનું ગળણું), ગુટિકા વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org