________________
૧૭૬
અંગબાહ્ય આગમો છે. દસ અધ્યયનોના કારણે જ આ સૂત્રનું નામ દશાશ્રુતસ્કંધ (દસાસુયખંધ) અથવા આચારદશા રાખવામાં આવ્યું છે. તે મુખ્યત્વે ગદ્યમાં છે.
પ્રસ્તુત છેદસૂત્રના પ્રથમ ઉદ્દેશમાં વસ અસમાધિસ્થાનોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વર્ણન સમવાયાંગસૂત્રના વીસમા સ્થાનમાં મળે છે. ભેદ માત્ર એટલો જ છે કે સમવાયાંગમાં “વીસું મનમહિલા પuત્તા” એટલું જ કહીને અસમાધિ-સ્થાનોનું વર્ણન શરૂ કરી દેવામાં આવ્યું છે, જયારે પ્રસ્તુત સૂત્રમાં “સુર્થ છે મીરાં ! તેvi પવિયા વમરવાયું...” વગેરે પાઠ વધારે જોડવામાં આવ્યો છે અને ક્યાંક ક્યાંક સ્થાનપરિવર્તન પણ કરવામાં આવ્યું છે. એ જ રીતે બીજા ઉદ્દેશના એકવીસ શબલ દોષો અને ત્રીજા ઉદેશની આશાતનાઓ પણ સમવાયાંગસૂત્રમાં તે જ રૂપે મળે છે. ફેરફાર માત્ર પ્રારંભિક વાક્યોમાં જ છે. ચોથા ઉદેશમાં આઠ પ્રકારની ગણિ-સંપદાનું વિસ્તૃત વર્ણન છે. આ સંપદાઓનો માત્ર નામ-નિર્દેશ સ્થાનાંગસૂત્રના આઠમા સ્થાનમાં છે. પાંચમા ઉદેશમાં દસ ચિત્તસમાધિઓનું વર્ણન છે. તેમાંથી માત્ર ઉપોદ્ઘાત અંશ સંક્ષિપ્ત રૂપે ઔપપાતિકસૂત્રમાં ઉપલબ્ધ છે. દસ ચિત્ત-સમાધિઓનો ગદ્યરૂપ પાઠ સમવાયાંગસૂત્રના દસમા સ્થાનમાં મળે છે. છઠ્ઠા ઉદ્દેશમાં શ્રમણોપાસક – શ્રાવકની અગિયાર પ્રતિમાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આનો સૂત્રરૂપ મૂળપાઠ સમવાયાંગના અગિયારમાં સ્થાનમાં મળે છે. સાતમાં ઉદ્દેશમાં બાર ભિક્ષુ-પ્રતિમાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. આનું મૂળ સમવાયાંગના બારમા સ્થાનમાં તથા વિવેચન સ્થાનાંગના ત્રીજા સ્થાન અને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ-ભગવતી, અંતકૂદશા વગેરે સૂત્રોમાં ઉપલબ્ધ છે. આઠમા ઉદેશમાં શ્રમણ ભગવાન મહાવીરના પાંચ કલ્યાણો – પંચકલ્યાણકનું વર્ણન છે. આનું મૂળ સ્થાનાંગમાં પંચમ સ્થાનમાં છે. નવમા ઉદેશમાં ત્રીસ મહામોહનીયસ્થાનોનું વર્ણન છે. આનો ઉપોદ્દાત અંશ ઔપપાતિકસૂત્રમાં અને બાકીનું સમવાયાંગના ત્રીસમા સ્થાનમાં છે. દસમા ઉદેશમાં નિદાન-કર્મનું વર્ણન છે. આનો ઉપોદ્દાત સંક્ષેપમાં ઔપપાતિકસૂત્રમાં ઉપલબ્ધ છે. અસમાધિ-સ્થાનો :
પ્રથમ ઉદેશમાં જે વીસ અસમાધિ-સ્થાનો અર્થાતુ અસમાધિના કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે આ પ્રમાણે છે – ૧. દ્રુત ગમન, ૨. અપ્રમાર્જિત ગમન, ૩. દુપ્રમાર્જિત ગમન, ૪. અતિરિક્ત શવ્યાસન, ૫. રાત્વિક પરિભાષણ
“સમાધાન સમfધઃ વૈત: સ્વ મોક્ષમાડવસ્થાપત્યર્થ.” અર્થાત ચિત્તની સ્વસ્થ ભાવના એટલે કે મોક્ષમાર્ગાભિમુખ પ્રવૃત્તિ જ સમાધિ છે. તેનાથી વિપરીત લક્ષણવાળી અસમાધિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org