________________
૧૭૪
અંગબાહ્ય આગમો પણ જરૂરી છે. જ્યારે દોષોનો વિચાર કરવામાં આવે ત્યારે તેમને માટે દંડવ્યવસ્થા પણ અનિવાર્ય બની જ જાય, કારણ કે જ્યાં સુધી પ્રાયશ્ચિત્ત દ્વારા દોષોની શુદ્ધિ ન કરવામાં આવે ત્યાં સુધી માત્ર દોષવિચારથી કોઈ લક્ષ્યની સિદ્ધિ થતી નથી. પ્રાયશ્ચિત્તથી અર્થાત્ દંડથી દોષશુદ્ધિ થવાની સાથે સાથે જ નવા દોષો પણ ઓછા થતાં જાય છે. પાલિ ગ્રંથ વિનયપિટકમાં બૌદ્ધ ભિક્ષુઓના આચાર-વિચારનું આ જ રીતે વિવેચન કરવામાં આવ્યું છે. છેદસૂત્રોના નિયમોની વિનયપિટકના નિયમો સાથે ઘણી રોચક તુલના કરી શકાય.
છેદસૂત્રોનું જૈન આગમોમાં અતિ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. જૈન સંસ્કૃતિનો સાર શ્રમણ-ધર્મ છે. શ્રમણ-ધર્મની સિદ્ધિ માટે આચાર-ધર્મની સાધના અનિવાર્ય છે. આચાર-ધર્મના ગૂઢ રહસ્યો તથા સૂક્ષ્મતમ ક્રિયાકલાપને વિશુદ્ધ રૂપે સમજવા માટે છેદસૂત્રોનું જ્ઞાન અનિવાર્ય છે. છેદસૂત્રોના જ્ઞાન વિના જૈન અભિમત નિર્દોષ આચારનું પરિપાલન અસંભવિત છે. જૈન નિગ્રંથ-શ્રમણ-સાધુ-ભિક્ષ-યતિ-મુનિના આચરણ સંબંધી પ્રત્યેક પ્રકારની ક્રિયાનું સૂક્ષ્મ દૃષ્ટિથી સ્પષ્ટ વિવેચન કરવું તે છેદસૂત્રોની વિશેષતા છે. સંક્ષેપમાં છેદસૂત્રો જૈન આચારની ચાવી છે, જૈન સંસ્કૃતિનો અદ્વિતીય ભંડાર છે, જૈન સાહિત્યની ગરિમા છે. આપણે આ અદ્ભુત સાંસ્કૃતિક સંપત્તિ માટે સૂત્રકારોના અત્યંત ઋણી છીએ. આગળ આવનાર છેદસૂત્રોના વિસ્તૃત પરિચય પરથી તે વાત સ્પષ્ટ થઈ જશે કે જૈન આગમ ગ્રંથોમાં છેદસૂત્રોનું કેટલું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. દશાશ્રુતસ્કંધ અથવા આચારદશા :
દશાશ્રુતસ્કંધ સૂત્રનું બીજું નામ આચારદશા પણ છે. સ્થાનાંગસૂત્રના દસમા અધ્યયનમાં આચારદશાનો નામપૂર્વક ઉલ્લેખ કરતાં એમાં પ્રતિપાદિત દસ અધ્યયનો – ઉદેશોનો નામોલ્લેખ કરવામાં આવ્યો છે –
૧,
(અ) જિનેન્દ્રગણિ, હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાળા, લાખાબાવળ, શાંતિપુરી, સૌરાષ્ટ્ર,
૧૯૭૬; રતનલાલ દોશી. અ. ભા. સા. જૈન સંસ્કૃતિરક્ષક સંઘ, સૈલાના, ૧૯૮૦. (આ) મુનિ કહૈયાલાલજી, આગમ અનુયોગ પ્રકાશન, સોવેરાવ, પાલી, ૧૯૭૭ (ઈ) મૂળ-નિયુક્તિ-પૂર્ણિ – મણિવિજયજી ગણિ ગ્રંથમાલા, ભાવનગર, વિ.સં. ૨૦૧૧. (ઈ) મુનિ ઘાસીલાલ કૃત સંસ્કૃત વ્યાખ્યા તથા તેના હિંદી-ગુજરાતી અનુવાદ સાથે – જૈન
શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ. ૧૯૬૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org