________________
છેદસૂત્રો પ્રથમ પ્રકરણ
દશાશ્રુતસ્કંધ દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ, વ્યવહાર, નિશીથ, મહાનિશીથ અને પંચકલ્પ (અનુપલબ્ધ) અથવા જીવકલ્પ છેદસૂત્રો તરીકે ઓળખાય છે. સંભવ છે કે છેદ નામે પ્રાયશ્ચિત્તને દૃષ્ટિમાં રાખી આ સૂત્રોને છેદસૂત્રો તરીકે ઓળખાવાતાં હોય. વર્તમાનકાળે ઉપલબ્ધ ઉપરના છ છેદસૂત્રોમાં છેદ ઉપરાંત અન્ય અનેક પ્રકારના પ્રાયશ્ચિત્તો તથા વિષયોનું વર્ણન નજરે પડે છે જે ધ્યાનમાં રાખતાં એમ કહેવું મુશ્કેલ છે કે છેદસૂત્ર શબ્દનો સંબંધ છેદ નામના પ્રાયશ્ચિત્ત સાથે જ છે કે બીજી કોઈ વસ્તુ સાથે. આ સૂત્રોનો રચનાક્રમ પણ તે જ પ્રતીત થાય છે જે ક્રમે ઉપર તેમનો નામ-નિર્દેશ કરવામાં આવ્યો છે. દશાશ્રુતસ્કંધ, મહાનિશીથ અને જીતકલ્પને છોડી બાકીનાં ત્રણ સૂત્રોનાં વિષયવર્ણનમાં કોઈ સુનિશ્ચિત યોજના નજરે પડતી નથી. હા, કોઈ કોઈ ઉદ્દેશ – અધ્યયન આ વક્તવ્યમાં અપવાદ જરૂર છે. સામાન્યપણે શ્રમણ-જીવન સંબંધી કોઈપણ વિષયનો કોઈપણ ઉદેશમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નિશીથસૂત્રમાં વિભિન્ન પ્રાયશ્ચિત્તોની દષ્ટિએ ઉદેશોનું વિભાજન જરૂર કરવામાં આવ્યું છે, પરંતુ તત્સંબંધી દોષોના વિભાજનમાં કોઈ ચોક્કસ યોજના જણાતી નથી. છેદસૂત્રોનું મહત્ત્વ :
છેદસૂત્રોમાં જૈન સાધુઓના આચાર સંબંધી પ્રત્યેક વિષયનું પર્યાપ્ત વિવેચન કરવામાં આવ્યું છે. આ વિવેચનને આપણે ચાર વર્ગોમાં વિભાજિત કરી શકીએ - ઉત્સર્ગ, અપવાદ, દોષ અને પ્રાયશ્ચિત્ત. ઉત્સર્ગનો અર્થ છે કોઈ વિષયનું સામાન્ય વિધાન. અપવાદનો અર્થ છે પરિસ્થિતિવિશેષની દૃષ્ટિએ વિશેષ વિધાન અથવા છૂટ. દોષનો અર્થ છે ઉત્સર્ગ અથવા અપવાદનો ભંગ. પ્રાયશ્ચિત્તનો અર્થ છે વ્રતભંગ માટે યોગ્ય દંડ. કોઈપણ વિધાન અથવા વ્યવસ્થા માટે આ ચાર બાબતો આવશ્યક હોય છે. સૌ પ્રથમ કોઈ સામાન્ય નિયમનું નિર્માણ કરવામાં આવે છે. ત્યારપછી ઉપયોગિતા, દેશ, કાળ, શક્તિ વગેરેને ધ્યાનમાં રાખી થોડી ઘણી છૂટ આપવામાં આવે છે. આ પ્રકારની છૂટ ન દેવાથી નિયમ-પાલન ઘણું ખરું અશક્ય બની જાય છે. પરિસ્થિતિ વિશેષ માટે અપવાદ-વ્યવસ્થા અનિવાર્ય છે. માત્ર નિયમ-નિર્માણ અથવા અપવાદ-વ્યવસ્થાથી જ કોઈ વિધાન પૂર્ણ થઈ જતું નથી. તેના સમુચિત પાલન માટે તવિષયક દોષોની સંભાવનાનો વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org