________________
૧૭૮
અંગબાહ્ય આગમો આશાતનાઓ : - ત્રીજા ઉદેશમાં તેત્રીસ પ્રકારની આશાતનાઓ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે : જે ક્રિયા કરવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રનો હ્રાસ થાય છે તેને આશાતના અવજ્ઞાન કહે છે. તેત્રીસ પ્રકારની આશાતનાઓ આ પ્રમાણે છે : ૧. શિષ્યનું રત્નાકર (ગુરુ વગેરે)થી આગળ, ૨. સમશ્રેણીમાં અને ૩. અત્યંત સમીપ રહી ચાલવું, એ જ રીતે ૪-૬, ઊભા રહેવું અને ૭-૯, બેસવું, ૧૦. મળોત્સર્ગ વગેરે નિમિત્તે સાથે જતાં ગુરુની પહેલાં શુદ્ધિ વગેરે કરવું, ૧૧. ગુરુની પહેલાં આલોચના કરવી, ૧૨. ગુરુની પહેલાં કોઈની સાથે વાતચીત કરવી, ૧૩. જાગતાં છતાં પણ ગુરુના વચનોની અવગણના કરવી, ૧૪. ભિક્ષા વગેરેથી પાછા ફરતાં પહેલાં ગુરુની પાસે આવી આલોચના ન કરવી, ૧૫. આહાર વગેરે પદાર્થો ગુરુને પહેલાં ન દેખાડવા, ૧૬, આહાર વગેરે માટે પહેલાં ગુરુને નિયંત્રિત ન કરવા, ૧૭. ગુરુની આજ્ઞા વિના જ ગમે તેને આહાર વગેરે આપી દેવો, ૧૮. આહાર કરતી વખતે સરસ અને મનગમતા પદાર્થો મોટા મોટા કોળિયા ભરી જલદી સમાપ્ત કરવા, ૧૯. ગુરુ બોલાવે ત્યારે ધ્યાનપૂર્વક ન સાંભળવું, ૨૦. ગુરુ બોલાવે તો પણ પોતાની જગ્યાએ બેઠા બેઠા જ સાંભળતાં રહેવું, ૨૧. ગુરુના વાક્યોનું “શું છે, શું કહો છો” વગેરે શબ્દોથી જવાબ આપવો, ૨૨. ગુરુને “તમે” શબ્દથી સંબોધિત કરવા, ૨૩. ગુરુને અત્યંત કઠોર તથા વધુ પડતા શબ્દોથી આમંત્રિત કરવા, ૨૪. ગુરુના જ વચનને બેવડાવતાં ગુરુની અવજ્ઞા કરવી, ૨૫. ગુરુ બોલતા હોય ત્યારે વચમાં ટોકવા, ૨૬. ગુરુની ભૂલ કાઢી પોતે જ તે વિષયનું નિરૂપણ કરવા મંડવું, ૨૭. ગુરુનો ઉપદેશ પ્રસન્ન ચિત્તે ન સાંભળવો, ૨૮, કથા સાંભળતી સભાને ભંગ કરવાનો પ્રયત્ન કરવો, ર૯. ગુરુ કથા કહેતા હોય ત્યારે વચમાં કથા-વિચ્છેદ કરવો, ૩૦. ગુરુની કથા સાંભળવા એકઠી થયેલ મેદનીને ઉઠતાં, જુદાં પડતાં, વિખેરાતાં અથવા વિખેરાતાં પહેલાં તે જ કથા બે-ત્રણ વાર કહેવી (શિષ્ય પોતાનો પ્રભાવ જમાવવા માટે આવું કરે છે), ૩૧. ગુરુના શય્યા-સંસ્મારકને પગથી અડી અપરાધ સ્વીકાર્યા વિના ચાલ્યા જવું, ૩૨. ગુરુના શવ્યા-સંસ્મારક પર બેસવું, સૂવું અથવા ઊભા રહેવું, ૩૩. ગુરુથી ઊંચા આસન ઉપર અથવા ગુરુની બરોબરીના આસન ઉપર ઊભા રહેવું, બેસવું કે શયન કરવું. ગણિ-સમ્મદા :
ચતુર્થ ઉદેશમાં આઠ પ્રકારની ગણિ-સંપદાઓનું વર્ણન છે. સાધુઓ અથવા १. तत्र आयः सम्यग्दर्शनाद्यवाप्तिलक्षणस्तस्य शातना खण्डना निरुक्ता आशातना ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org