________________
૧૬૮
અંગબાહ્ય આગમો માર્ગ જાણનારા સાધુને સાથે રાખવા (૧૭૮) અને નિવાસસ્થાને પહોંચી તેનું પ્રમાર્જન કરવાનું વિધાન કરવામાં આવ્યું છે. જો ભિક્ષાનો સમય થઈ ગયો હોય તો એક સાધુ પ્રમાર્જન કરે, બાકીના ભિક્ષા માટે જાય (૧૮૨). અન્યત્ર ભોજન કરીને નિવાસમાં પ્રવેશ (૧૮૬-૧૮૯), વિકાસમાં નિવાસમાં પ્રવેશ કરવાથી લાગનારા દોષો (૧૯૨), વિકાસમાં નિવાસમાં પ્રવેશ કરતી વખતે જંગલી જાનવરો, ચોર, રખેવાળ, બળદ, કૂતરાં, વેશ્યા વગેરેનો ડર (૧૯૩-૧૯૪), ઉચ્ચાર, પ્રગ્નવણ અને વમનને રોકવાથી થનારી હાનિ (૧૯૭) વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.' અન્ય કોઈ ઉપાય ન હોય તો વિકાલમાં પણ પ્રવેશ કરી શકાય છે (૧૯૮-૨00). એવા સમયે જો રખેવાળ ડરાવે તો કહેવું કે અમે ચોર નથી (૨૦૦૧).
નિવાસમાં પ્રવેશ કર્યા પછી સંથારો પાથરવાની વિધિ બતાવવામાં આવી છે (૨૦૨-૨૦૬). ચોરનો ભય હોય તો બે સાધુઓમાંથી એક સાધુ બારણે ઊભો રહે અને બીજો મળ-મૂત્ર (કાયિકી)નો ત્યાગ કરે; વ્યાપદનો ભય હોય તો ત્રણ સાધુઓ સાથે ગમન કરે (૨૦૭). ગામમાં ભિક્ષાની વિધિ બતાવતાં (૨૧૦) સાધર્મિક કૃત્યો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે (૨૧૨-૨૧૬). જો નિવાસસ્થાન ઘણું મોટું હોય તો તેમાં અનેક દોષોની સંભાવના રહે છે, જેમ કે ત્યાં રાતમાં કોટવાળ, નાના-મોટા વ્યાપારીઓ, કાપેટિકો, સરજસ્ક સાધુઓ, વંઠ (ગુંડાઓ), ભય બતાવીને આજીવિકા મેળવનારા (બતિગવિખો ય) વગેરે સૂઈ જાય છે, તેનાથી સાધુઓને કષ્ટ પહોંચે છે (૨૧૮). આગળ નાની વસતિના દોષો (૨૨૩), પ્રમાણયુક્ત વસતિમાં રહેવાનું વિધાન (૨૨૬), વસતિમાં શયનવિધિ (૨૨૯-૨૩૦), આચાર્યને પૂછી ભિક્ષા માટે જવું (૨૪૦), જો કોઈ સાધુ વગર પૂછ્યું ચાલ્યો ગયો હોય અને વેળાસર પાછો ફર્યો ન હોય તો તેની ચારે દિશાઓમાં શોધ કરવાનું વિધાન (૨૪૬), જો ભિક્ષા માટે ગયેલ સાધુને ચોર વગેરે ઉપાડી ગયા હોય તો શું કરવું જોઈએ (૨૪૭-૨૪૮), પ્રતિલેખનાવિધિ (૨૫૬-૨૭૯), પૌરૂષી પ્રરૂપણા (૨૮૧-૨૮૬), પાત્રનું સારી પેઠે નિરીક્ષણ કરવું (૨૮૭-૨૯૫), અંડિલનું નિરીક્ષણ (૨૯૬-૩૨૧), મળત્યાગ કર્યા પછી અપાનશુદ્ધિ માટે માટીના ઢેફાં વગેરેનો ઉપયોગ (૩૧૨), મલમૂત્ર ત્યાગની વિધિ (૩૧૩-૩૧૪), મલમૂત્રનો ત્યાગ કરતી વખતે ઉત્તર અને પૂર્વ દિશા તરફ પીઠ ન કરવી, પવન, ગામ અને સૂર્યની તરફ પણ પીઠ ન કરવી (૩૧૬), અવખંભ દ્વાર (૩૨૨-૩૨૪), માર્ગ સારી રીતે જોઈને ચાલવાનું વિધાન (૩૨૫૩૨૬) વગેરે પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. १. मुत्तनिरोहे चक्खू वच्चनिरोहेण जीवियं चयइ ।
उड्डनिरोहे कोढे गेलनं वा भवे तिसु वि ॥ १९७ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org