________________
૧૬૬
અંગબાહ્ય આગમો
મૂકી રહ્યો હોય તો તે સમયે તેની સાથે કંઈ વાત કરે નહિ, શુદ્ધ સ્થાનમાં બેઠો હોય તો રોગીની હાલતથી વાકેફ કરે, ઉપચારવિધિ ધ્યાનપૂર્વક સાંભળે. વૈદ્ય કહે ત્યારે રોગીને વૈદ્ય પાસે લઈ જાય. વૈઘ રોગી પાસે આવે ત્યારે ગંધોદક વગેરેથી છંટકાવ કરે (૭૦). રોગીની પરિચર્યા કરે (૭૧-૮૩).૧
ભિક્ષા માટે જતાં વ્યાધાત (૮૪-૮૯), ભિક્ષાના દોષો (૯૧), સાધુની પરીક્ષા (૯૮-૧૦૨), સ્થાનવિધિ (૧૦૩-૧૧૦), ગણની અનુમતિ લઈ નિવાસ માટેનું સ્થાન જોવા જવું (૧૩૧-૧૩૮) વગેરેનું વિવેચન કરતાં કહેવામાં આવ્યું છે કે બાલ-વૃદ્ધ સાધુને આ કાર્ય માટે મોકલવા ન જોઈએ. નિવાસ પસંદ કરતી વખતે ઉચ્ચાર-પ્રસવણ ભૂમિ, ઉદકસ્થાન, વિશ્રામસ્થાન, ભિક્ષાસ્થાન, અંતર્વસતિ, ચોર, જંગલી જનાવરો અને આસપાસના માર્ગોનું સારી રીતે નિરીક્ષણ કરવું જોઈએ (ભાષ્ય ૬૯-૭૨). કઈ દિશામાં નિવાસ થવાથી કલહ થાય છે, કઈ દિશામાં થવાથી ઉદરરોગ થાય છે અને કઈ દિશામાં થવાથી પૂજા-સત્કાર થાય છે - તેનું વર્ણન ક૨વામાં આવ્યું છે (ભાષ્ય ૭૬-૭૭). સંથારા માટે તૃણનો અને અપાન પ્રદેશ લૂછવા માટે માટી વગેરેના ઢેફાં (ડગલક)નો ઉપયોગ (ભાષ્ય ૭૮), નિવાસના માલિક (શય્યાત) સાથે નિવાસમાં રહેવાના સમય વિશે વિચારણા (નિર્યુક્તિ ૧૫૩-૧૫૪), શય્યાતરને પૂછીને ક્ષેત્રાંતરમાં ગમન (૧૬૬-૧૬૮) વગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં વિહાર કરતી વખતે સાધુ શય્યાતરને કહે છે – શેરડી વાડથી ઊંચી થઈ ગઈ છે, તુંબડીમાં ફળ આવી ગયાં છે, બળદોમાં બળ આવી ગયું છે, ગામોમાં કીચડ સુકાઈ ગયું છે, રસ્તામાં પાણી ઓછું થઈ ગયું છે, માટી પાકી ગઈ છે, માર્ગો પથિકોથી ભરાઈ ગયા છે— સાધુઓએ વિહાર
અર્થાત્ અગ્નિમાં બળી મરવું સારું, પરંતુ ચિરસંચિત વ્રતનો ભંગ કરવો સારો નહિ. સુવિશુદ્ધ કર્મોનું આચરણ કરતાં કરતાં મૃત્યુનું આલિંગન કરવું ઉચિત છે પરંતુ પોતાના શીલવ્રતમાંથી સ્ખલિત થવાનું ઉચિત નથી (બૃહત્કલ્પભાષ્ય ૪. ૪૯૪૯). આ વિષયમાં ભગવતીઆરાધના (ગાથા ૬૧૨-૩, ૬૨૫ વગેરે) પણ જોવી જોઈએ.
૧. આનું વિસ્તૃત વર્ણન બૃહત્કલ્પભાષ્ય (૩. ૮૧૪)માં કરવામાં આવ્યું છે. ક્યારેક ક્યારેક હંસ વગેરેના રમકડાં બનાવી સાધુઓએ વૈદ્યરાજની ફીનો પ્રબંધ કરવો પડતો હતો. વૈદ્યના ઘરે કેવી અવસ્થામાં જવું તે માટે જુઓ – સુશ્રુતસંહિતા, અધ્યાય ૨૯, પૃ. ૧૭૩. ૨. વિશેષ માટે જુઓ – બૃહત્કલ્પભાષ્ય, ગા. ૪૨૬૩, પૃ. ૧૧૫૬, ગા. ૪૪૧-૪૫૭, પૃ.
૧૨૮-૧૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org