________________
૧૬૪
અંગબાહ્ય આગમો
કરે (ભાષ્ય ૨૬-૨૭). અનશન માટે સંઘાડા (સંઘાટક)ના અભાવમાં એકાકી ગમન કરે (ભાષ્ય ૨૮). ક્યારેક પથભ્રષ્ટ થઈ જાય ત્યારે સાધુએ એકલા જ ગમન કરવું પડે છે (ભાષ્ય ૨૯). ગ્લાન અર્થાત્ રોગપીડિત થાય ત્યારે સંઘાડાના અભાવમાં ઔષિધ વગેરે લાવવા માટે એકલા ગમન કરે (ભાષ્ય ૨૯). કોઈ બીજા સાધુ ન હોય ત્યારે નવદીક્ષિત સાધુને પોતાના સ્વજનોની સાથે એકલો જ મોકલી દેવો જોઈએ (ભાષ્ય ૩૦). દેવતાનો ઉપદ્રવ હોય ત્યારે એકાકી વિહારનું વિધાન છે (ભાષ્ય ૩૦). આચાર્યની આજ્ઞાથી એકાંતવિહાર કરી શકાય છે (ભાષ્ય ૩૧-૩૨).
આગળ જતાં વિહારની વિધિ (નિર્યુક્તિ ૮-૧૫), માર્ગ પૂછવો (૧૮-૨૧), માર્ગમાં પૃથ્વીકાય (૨૨-૨૫), શીત-ઉષ્ણકાળમાં ગમન કરતી વખતે રજોહરણથી અને વર્ષાકાળમાં કાષ્ઠની પાદલેખનિકા વડે ભૂમિનું પ્રમાર્જન (૨૬-૩૭), માર્ગમાં અપ્લાય નદી પાર કરવાની વિધિ (૨૮-૩૮) વગેરેનું પ્રતિપાદન છે. વનમાં આગ લાગે ત્યારે ચર્મ, કંબલ અથવા જોડાં વગેરે ધારણ કરી ગમન કરે (૩૯). મહાવાયુ ફૂંકાય ત્યારે કામળા વગેરેથી શરીરને ઢાંકીને ગમન કરે (૪૦). આગળ વનસ્પતિ દ્વાર (૪૧) તથા ત્રસ દ્વારનું વર્ણન છે (૪૨).
સંયમનું પાલન કરવા માટે આત્મરક્ષા આવશ્યક છે. સર્વત્ર સંયમની રક્ષા કરવી જોઈએ, પરંતુ સંયમપાલનની અપેક્ષાએ પોતાની રક્ષા અધિક આવશ્યક છે, કારણ કે જીવિત રહેવાય તો, ભ્રષ્ટ થવા છતાં પણ, તપ વગેરે દ્વારા વિશુદ્ધિ કરી શકાય છે. અંતે તો પરિણામોની શુદ્ધતા જ મોક્ષનું કારણ છે. સંયમ માટે દેહ ધારણ કરવામાં આવે છે, દેહના અભાવમાં સંયમ ક્યાંથી થઈ શકે ? એટલા માટે સંયમની વૃદ્ધિ માટે દેહનું પાલન ઉચિત છે (૪૬-૪૭). ઈર્યાપથ વગેરે
१
१. सव्वत्थ संजमं संजमाउ अप्पाणमेव रक्खिज्जा ।
मुच्चइ अइवायाओ पुणो विसोही न याविरई ॥ ४६ ॥
૨. સંયમહેરું તેહો ધારિષ્ન ્ સો ઓ ૩ તમાવે ?
संयमफाइनिमित्तं देहपरिपालणा इट्ठा ॥ ४७ ॥
આ વિષયને લઈને જૈન આચાર્યોમાં ઘણો વિવાદ રહ્યો છે. નિશીથચૂર્ણિ જેવા મહત્ત્વપૂર્ણ છેદસૂત્રમાં આ જ અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી બની શકે ત્યાં સુધી વિરાધના ન જ કરવી જોઈએ, પરંતુ જો કામ ન ચાલે તો એવી હાલતમાં વિરાધના પણ કરી શકાય છે (ફ સાફ તો વિહિંદું, વિહિતહૈિં વિ ળ યોસો, પીઠિકા, પૃ. ૧૦૦). અહીં એક સાધુ દ્વારા કોંકણની ભયાનક અટવીમાં સંઘની રક્ષા માટે ત્રણ વાધને મારવાનો ઉલ્લેખ છે. એ જ રીતે ઉડ્ડાહની રક્ષા માટે, સંયમના નિર્વાહ માટે, બોધિક નામના ચોરોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org