________________
ઓઘનિયુક્તિ
૧૬૫
વ્યાપાર અયત્નશીલ સાધુ માટે કર્મબંધનનું અને યત્નશીલ સાધુ માટે નિર્વાણનું કારણ બને છે (૫૪).
ગામમાં પ્રવેશ, રોગી સાધુની વૈયાવૃત્ય, વૈદ્ય પાસે જવું-આવવું વગેરે વિષયમાં બતાવવામાં આવ્યું છે કે ત્રણ, પાંચ કે સાત સાધુઓ મળીને જાય, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને જાય, શુકન જોઈને જાય. વૈદ્ય જો કોઈના ગુમડામાં નસ્તર
સંઘની રક્ષા માટે, પ્રત્યેનીક ક્ષેત્રોમાં, નવદીક્ષિત સાધુને કારણે તથા લોકિમિત્તે મૃષા ભાષણ કરવાનું વિધાન છે (એજન, પૃ. ૧૧૨). અશિવ, દુર્ભિક્ષ, રાજદ્વેષ, ચોર વગેરેનો ભય અને સાધુની ગ્લાન વગેરે અવસ્થાઓમાં અદત્તાદાનનું વિધાન કરવામાં આવ્યું છે (એજન, પૃ. ૧૧૯). આ બધા અપવાદ અવસ્થાનાં જ વિધાનો છે. હવે પ્રશ્ન થાય છે કે બ્રહ્મચર્ય વ્રતમાં અપવાદ થઈ શકે કે નહિ ? આ પ્રશ્નનો વાદ-વિવાદ પછી નિર્ણય થયો –
जइ सव्वसो अभावो रागादीणं हवेज्ज णिद्दोसो | जतणाजूतेसु तेसु अप्पतरे होइ पच्छितं ॥
અર્થાત્ જો રાગ વગેરેનો સર્વથા અભાવ હોય તો તેમાં દોષ નથી. જો યતનાપૂર્વક વ્રતભંગ થાય તો અલ્પતર પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થઈ શકે છે (એજન, પૃ. ૧૨૭).
અસાધારણ સંકટનો સમય આવી પડે તો સંભવતઃ કેટલાકની માન્યતા એવી હતી કે જેમ વાણિયો અલ્પ લાભવાળી વસ્તુ છોડી અધિક લાભવાળી વસ્તુ ખરીદે છે, તે જ રીતે અલ્પ સંયમનો ત્યાગ કરી અધિકતર સંયમ ગ્રહણ કરી શકાય છે (અખં સંગમં ઘણું बहुत संजमो गहेयव्वो, जहा वणियो अप्पं दविणं चइउं बहुतरं लाभं गेण्हति, एवं तुमं પિ હિ - પૃ. ૧૫૩), કેમ કે જો જીવન હશે તો પ્રાયશ્ચિત્ત વડે શુદ્ધિ કરી અધિક સંયમનું પાલન કરી શકાશે (તુમ નીવંતો યં પચ્છિન્ને વિસોત્તેહિતિ ગળે 7 સંગમં િિસ 1). પરંતુ એ ન ભૂલવું જોઈએ કે આ બધા વિધાનો અપવાદમાર્ગનાં જ છે. મહાભારત (૧૨. ૧૪૧. ૬૭)માં પણ કહ્યું છે जीवन् धर्मं चरिष्यामि ।
-
સાથે સાથે એમ પણ જણાય છે કે કેટલાક પોતાના આચાર-વિચારમાં અત્યંત દ્રઢ હતા. તેમનું કહેવું હતું .
वरं प्रवेष्टुं ज्वलितं हुताशनं न चापि भग्नं चिरसंचितं व्रतम् ।
वरं हि मृत्युः सुविशुद्धकर्मणो न चापि शीलस्खलितस्य जीवितम् ॥
અં.આ. - ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org