________________
ઓઘનિયુક્તિ
કરવાનો સમય આવી પહોંચ્યો છે.૧
શય્યાતર
આપ આટલા જલદી જવા માટે કેમ ઉત્સુક છો ?
આચાર્ય — શ્રમણ, પક્ષી, ભ્રમર, ગાય અને શરત્કાલીન વાદળોનું નિવાસસ્થાન નિશ્ચિત હોતું નથી.
×
-
૧૬૭
સંધ્યાસમયે આચાર્ય પોતાના ગમનની સૂચના આપે છે કે આપણે બધા કાલે વિહાર કરવાના છીએ. ગમન કરતાં પહેલાં તેઓ શય્યાતરના પરિવારને ધર્મોપદેશ આપે છે (૧૭૦-૭).
સાધુઓ શુકન જોઈને ગમન કરે છે. જો ગમન કરતી વેળાએ માર્ગમાં કોઈ મેલું ઘેલું, શરીર પર તેલ ચોપડેલ, કૂતરો, કૂબડો કે ઠીંગણો માણસ મળી જાય તો અશુભ સમજવું જોઈએ. એવી જ રીતે તરતમાં જ પ્રશ્નવ કરવાની હોય તેવી સ્ત્રી, વૃદ્ધ કુમારી (જે વૃદ્ધાવસ્થામાં પણ અવિવાહિત હોય), લાકડાનો ભારો ધારણ કરનાર, કષાય વસ્ત્ર પહેરેલ અને કૂર્ચધર (કૂચડો કે પીંછી ધારણ કરનાર) મળી જાય તો કાર્યની સિદ્ધિ થતી નથી. જો માર્ગમાં ચક્રચર મળી જાય તો ભ્રમણ, પાંડુરંગ (ગોશાલના શિષ્યો) મળી જાય તો ક્ષુધામરણ, તચ્ચશિક (બૌદ્ધ ભિક્ષુ) મળી જાય તો રુધિરપાત અને બોટિક (દિગંબર સંપ્રદાયનો સાધુ) મળી જાય તો મરણ નિશ્ચિત છે. જો ગમન કરતી વેળાએ જંબૂક (શિયાળ), ચાસ, મયૂર, ભારદ્વાજ અને નોળિયાના દર્શન થાય તો તે શુભ ગણાય છે. એ જ રીતે નંદીતૂર, પૂર્ણકળશ, શંખ, પટહનો શબ્દ, શૃંગાર, છત્ર, ચામર, ધ્વજા અને પતાકાનું દર્શન શુભ સમજવું જોઈએ (ભાષ્ય ૮૨-૮૫).
Jain Education International
કોણ કયું ઉપકરણ લઈને ગમન કરે તેનું વર્ણન કરવામાં અવ્યું છે (ભાષ્ય ૮૮-૮૯). આચાર્યે બધી વાતનો સંકેત કરી દેવો જોઈએ કે આહો બધા અમુક સમયે ગમન કરીશું, અમુક સ્થળે રોકાઈશું, અમુક જગ્યાએ ભિક્ષા ગ્રહણ કરીશું વગેરે (ભાષ્ય ૯૧). એ જ રીતે રાત્રિગમન (ભાષ્ય ૯૨) અને એકાકીગમનનો નિષેધ કરવામાં આવ્યો છે (ભાષ્ય ૯૩). ગચ્છના ગમનની વિધિ (ર્યુિક્ત ૧૭૭), ૧. ૩૦ૢ વોતિતિ વડું, તુંત્રીઓ નાયપુત્તમંડા ય । वसभा जायत्थामा गामा पव्वायचिक्खला ॥ अप्पोदगा य मग्गा वसुहा वि पक्कमहिआ जाया । अण्णक्कंता पंथा साहूणं विहरिडं कालो ॥ १७०-१ ॥ २. समणाणं सउणाणं भमरकुलाणं च गोउलाणं च । अनिययाओ वसहीओ सारइयाणं च मेहाणं ॥ १७२ ॥ ૩. આ ગાથા પ્રક્ષિપ્ત છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org