________________
૧૬ ૨
અંગબાહ્ય આગમો છે (પ૬૩-૫૭૧), બાલ, વૃદ્ધ, મત્ત, ઉન્મત્ત, કંપાયમાન શરીરવાળો, જવરથી પીડિત, આંધળો, કોઢિયો, ચાખડી પહેરેલો, હાથમાં બેડીવાળો, પગમાં બેડીવાળો, હાથ-પગરહિત અને નપુરાક તથા ગર્ભિણી, ખોળામાં બાળકવાળી, ભોજન કરતી, દહીં વલોવતી, ચણા ભૂંજતી, લોટ દળતી, ચોખા કૂટતી, તલ પીસતી, રૂ પીંજતી, કપાસ ઓટતી, કાંતતી, પૂણી બનાવતી, છકાયના જીવોને ભૂમિ પર રાખતી, તેમના પર ચાલતી, તેમને સ્પર્શ કરતી, જેના હાથ દહીં વગેરેથી ખરડાયેલા હોય તેવી – વગેરે પ્રકારના દાતાઓ પાસેથી ભિક્ષા ગ્રહણ કરવાને દાયકદોષ કહે છે (પ૭૨૬૦૪). પુષ્પ વગેરેથી મિશ્રિત ભિક્ષા ગ્રહણ કરવાને ઉન્મિશ્રિતદોષ કહે છે (૬૦૫૬૦૮). અમાસુક ભિક્ષા ગ્રહણ કરવાને અપરિણતદોષ કહે છે (૬૦૯-૬૧૨). દહીં વગેરેથી લિપ્ત ભિક્ષા ગ્રહણ કરવી તે લિપ્તદોષ છે (૬૧૩-૬૨૬). છોડેલો આહાર ગ્રહણ કરવો તે છર્દિતદોષ છે (૬૨૭-૬૨૮). પછી ગ્રામૈષણા (૬૨૯-૬૩૫), સંયોજના એટલે કે સ્વાદ માટે પ્રાપ્ત વસ્તુઓને ભેળવવી (૬૩૬-૬૪૧), આહારપ્રમાણ એટલે કે આહારના પ્રમાણને ધ્યાનમાં રાખી ભિક્ષા લેવી વગેરેનું પ્રરૂપણ છે (૬૪૨૬૫૪). અગ્નિમાં સારી રીતે પકાવેલ આહારમાં આસક્તિ પ્રદર્શિત કરવી તે અંગારદોષ છે અને સારી રીતે ન પકાવેલા આહારની નિંદા કરવી તે ધૂમદોષ છે (૬પપ-૬૬૦). ભૂખની શાંતિ માટે, આચાર્યોની વૈયાવૃત્ય માટે, ઈર્યાપથના સંશોધનને માટે, સંયમને માટે, પ્રાણધારણ માટે અને ધર્મચિંતન માટે ભોજન કરવું - આ કારણોથી આહાર ગ્રહણ કરવામાં ધર્માચરણ છે અને રોગ વગેરેના કારણે આહાર ન લેવાય તો પણ તે ધર્માચરણ છે. આ “કારણ” વિષયક દ્વાર છે (૬૬૧૬૬૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org