________________
પિંડનિર્યુક્તિ
૧૬૧ ગ્રહણ કરતા હતા (૪૨૮-૪૩૪). ભવિષ્ય વગેરેનું કથન કરીને મેળવેલી ભિક્ષાને નિમિત્ત-પિંડદોષ કહે છે (૪૩૫-૪૩૬). જાતિ, કુળ, ગણ, કર્મ અને શિલ્પની સમાનતા બતાવીને ભિક્ષા ગ્રહણ કરવી તે આજીવ-પિંડદોષ છે (૪૩૩-૪૪૨). વનપક પાંચ ગણાય છે – શ્રમણ, બ્રાહ્મણ, કૃપણ, અતિથિ અને શ્વાન. શ્રમણ વગેરેના ભક્ત બનીને ભિક્ષા લેવી તે વનીપકદોષ છે (૪૪૩-૪૪૪), શ્રમણ પાંચ ગણાય છે – નિગ્રંથ, શાક્ય, તાપસ, પરિવ્રાજક અને આજીવક (૪૪૫). ગાય વગેરે પશુઓને તો બધા લોકો ઘાસ ખવડાવે છે પરંતુ કૂતરાને કોઈ પૂછતું નથી એમ માની કૂતરાના ભક્તો કૂતરાની પ્રશંસા કરે છે. આ કૂતરાઓ ગુહ્યક બનીને કૈલાશ પર્વત પરથી આ ભૂમિ પર અવતર્યા છે; તેઓ યક્ષ રૂપ ધારણ કરી ભ્રમણ કરે છે. એટલા માટે તેમની પૂજા કરવી હિતકારી છે. જે તેમની પૂજા નથી કરતા તેમનું અમંગળ થાય છે (૪૨૧-૪૫૨). ચિકિત્સા દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવાને ચિકિત્સાપિંડદોષ કહે છે (૪૫૬-૪૬૦). ક્રોધ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવી તે ક્રોધ-પિંડદોષ, માન દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવી માન-પિંડદોષ, માયા દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવી માયાપિંડદોષ અને લોભ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવી તે લોભ-પિંડદોષ છે. ક્રોધ વગેરે દ્વારા ભિક્ષા ગ્રહણ કરનારા સાધુઓનાં ઉદાહરણો આપવામાં આવ્યાં છે (૪૬૧-૪૮૩). ભિક્ષા પહેલાં દાતાના વખાણ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવી તે પૂર્વસંસ્તવભિક્ષા અને ભિક્ષા લીધા પછી દાતાની પ્રશંસા કરવી તે પશ્ચાસંસ્તવ-પિંડદોષ કહેવાય છે (૪૮૪૪૯૩). વિદ્યા દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવી તે વિદ્યાપિંડદોષ અને મંત્ર દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવી તે મંત્ર-પિંડદોષ છે. અહીં પ્રતિષ્ઠાનપુરના રાજા મુરુંડની મસ્તકવેદના દૂર કરનારા પાદલિપ્તસૂરિનું ઉદાહરણ આપવામાં આવ્યું છે (૪૯૪-૪૯૯). ચૂર્ણપિંડદોષમાં બે ક્ષુલ્લકોનું અને યોગ-પિંડદોષમાં સમિતસૂરિનું ઉદાહરણ આપવામાં આવ્યું છે (૫૦૦-૫૦૫). વશીકરણ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવી તે મૂલકર્મ-પિંડદોષ કહેવાય છે, તેને માટે જંઘાપરિજિત નામક સાધુનું ઉદાહરણ આપવામાં આવ્યું છે (પ૦૬-૫૧૨). એષણાદોષ ઃ
એષણાદોષના દસ પ્રકાર છે – શંકિત, પ્રક્ષિત, નિક્ષિપ્ત, પિહિત, સંહૃત, દાયક, ઉન્મિશ્રિત, અપરિણત, લિ અને છર્દિત (૫૩૦). શંકાયુક્ત ચિત્તે ભિક્ષા ગ્રહણ કરવી તે શકિત દોષ છે (૫૫૧-૫૩૦). સચિત્ત પૃથ્વી વગેરે અથવા ઘી વગેરેથી લિત ભિક્ષા ગ્રહણ કરવી તે પ્રક્ષિતદોષ છે (પ૩૧-૫૩૯). સચિત્તની ઉપર રાખેલી વસ્તુ ગ્રહણ કરવી તે નિશ્ચિતદોષ છે (૫૪૦-૫૫૭). સચિત્તથી ઢાંકેલી વસ્તુ ગ્રહણ કરવી પિહિતદોષ છે (૫૫૮-૫૬૨). અન્યત્ર રાખેલી વસ્તુ ગ્રહણ કરવી સંદતદોષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org