________________
ચતુર્થ પ્રકરણ પિંડનિર્યુક્તિ
ww
પિંડનિજ્જુત્તિ – પિણ્ડનિર્યુક્તિ ચોથું મૂલસૂત્ર મનાય છે. ક્યારેક ઓનિર્યુક્તિને પણ તેના સ્થાને મૂલસૂત્ર માનવામાં આવે છે. પિંડનો અર્થ છે ભોજન. આ ગ્રંથમાં પિંડનિરૂપણ, ઉદ્ગમદોષ, ઉત્પાદનદોષ, એષણાદોષ અને ગ્રાસએષણાદોષોનું પ્રરૂપણ કરવામાં આવ્યું છે. આમાં ૬૭૧ ગાથાઓ છે. નિર્યુક્તિ અને ભાષ્યની ગાથાઓ એકબીજામાં ભળી ગઈ છે. પિંડનિર્યુક્તિના રચયિતા ભદ્રબાહુ છે. દશવૈકાલિકસૂત્રના પાંચમા અધ્યયનનું નામ પિંડૈષણા છે. આ અધ્યયન પર રચાયેલી નિર્યુક્તિ વિસ્તૃત હોવાને કારણે તેને પિંડનિર્યુક્તિ નામે એક અલગ ગ્રંથરૂપે સ્વીકારી લેવામાં આવેલ છે.
આઠ અધિકારો
પિંડનિર્યુક્તિના આ આઠ અધિકારો છે ઉદ્ગમ, ઉત્પાદન, એષણા, સંયોજના, પ્રમાણ, અંગાર, ધૂમ અને કારણ (૧). પિંડના નવ ભેદો આ પ્રમાણે છે – પૃથ્વીકાય, અપ્લાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. આમાંના પ્રત્યેકના સચિત્ત, અચિત્ત અને મિશ્ર એવા ભેદ છે (૯-૪૭). દ્વીન્દ્રિય જીવોમાં અક્ષ (કોડી), છીપ, શંખ વગેરે, ત્રીન્દ્રિય જીવોમાં ઉધઈનો રાફડો (સર્પદંશ શાંત કરવા માટે) વગેરે, ચતુરિન્દ્રિય જીવોમાં માખીની વિષ્ઠા(વમન માટે) વગેરે અને પંચેન્દ્રિય જીવોમાં ચર્મ (ક્ષુર – અસ્રો વગેરે રાખવા માટે), હડ્ડી (હાડકું તૂટી જતાં હાથ વગેરેમાં બાંધવા માટે), દાંત, નખ, રોમ, સીંગ (માર્ગ પરિભ્રષ્ટ સાધુને બોલાવવા માટે શીંગડાનું વાજું વગાડવામાં આવતું), બકરાની લીંડી, ગોમૂત્ર (કોઢ વગેરે દૂર કરવા માટે), ક્ષીર,
૧.
૨.
-
(અ) મલયગિરિવિહિત વૃત્તિ સહિત – દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ, ઈ.સ. ૧૯૧૮. જિનેન્દ્રગણિ, શ્રીહર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાળા, લાખાબાવળ, શાંતિપુરી, સૌરાષ્ટ્ર, ૧૯૭૮.
(આ) ક્ષમારત્નકૃત અવસૂરિ (તથા વીરગણિકૃત શિષ્યહિતા અને માણિક્યશેખરકૃત દીપિકાના આદ્યંત ભાગો) સાથે, – દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, સુરત, ઈ.સ. ૧૯૫૮. મલયગિરિની વૃત્તિ તથા હંસસાગર કૃત ગુજરાતી અનુવાદસહિત, હંસસાગર શાસન કંટકોદ્ધારક જ્ઞાનમંદિર, મુ. ઠળિયા (ભાવનગર), ૧૯૬૨. મુખ્યત્વે સાધુઓના પિંડ (ભોજન) સંબંધી વર્ણન હોવાને કારણે આની ગણના છેદસૂત્રોમાં પણ કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org