________________
દશવૈકાલિક
૧પ૭ અસાધુ, એટલા માટે સાધુના ગુણો ગ્રહણ કરો અને અસાધુના ગુણોનો ત્યાગ કરો. આ રીતે પોતાના આત્મા દ્વારા પોતાના આત્માને સમજી જે રાગ-દ્વેષમાં સમભાવ ધારણ કરે છે તે પૂજ્ય છે (૧૧). વિનયસમાધિ – ચોથો ઉદ્દેશ :
વિનયસમાધિનાં ચાર સ્થાન છે – વિનયસમાધિ, શ્રુતસમાધિ, તપસમાધિ અને આચારસમાધિ (૩). વિનયસમાધિના ચાર ભેદ છે (પ). એ જ રીતે શ્રુતસમાધિ, તપસમાધિ અને આચારસમાધિના પણ ચાર ચાર ભેદ છે (૭-૧૧). સભિક્ષુ :
જેને જ્ઞાતપુત્ર મહાવીરનાં વચનોમાં શ્રદ્ધા છે, જે છકાય જીવોને પોતાની સમાન ગણે છે, પાંચ મહાવ્રતોની આરાધના કરે છે અને પાંચ આગ્નવોનો વિરોધ કરે છે તે ભિક્ષુ છે (પ). જે સમ્યક્ટ્રષ્ટિ છે, જ્ઞાન, તપ અને સંયમમાં દઢ વિશ્વાસ રાખે છે, તપ દ્વારા પૂર્વોપાર્જિત કર્મોને નષ્ટ કરે છે અને મન, વચન અને કાયાને સુસંવૃત રાખે છે તે ભિક્ષુ છે (૭). જે ઈન્દ્રિયોને કાંટાની માફક કષ્ટ પહોંચાડનાર આક્રોશ, પ્રહાર અને તર્જના તથા ભયને ઉત્પન્ન કરનાર ભૈરવ વગેરે શબ્દોમાં સમભાવ રાખે છે તે ભિક્ષુ છે (૧૧). જે હાથથી સંયત હોય, પગથી સંયત હોય, વચનથી સંયત હોય, ઈન્દ્રિયોથી સંયત હોય, અધ્યાત્મમાં રત હોય, જેમનો આત્મા સુસમાહિત હોય અને જે સૂત્રાર્થને જાણતો હોય તે ભિક્ષ છે (૧૫). જે જાતિમદ કરતો નથી, રૂપમદ કરતો નથી, લાભમદ કરતો નથી અને પોતાના જ્ઞાનનો પણ મદ-પણ કરતો નથી, બધા મદોને ત્યાગીને જે ધર્મધ્યાનમાં લીન રહે છે તે ભિક્ષુ. છે (૧૯). પહેલી ચૂલિકા – રતિવાક્ય :
જેવી રીતે લગામથી ચંચળ ઘોડો વશ થાય છે, અંકુશથી મદોન્મત્ત હાથી વશ થઈ જાય છે, સમુદ્રમાં ગડથોલાં ખાતી નાવ યોગ્ય માર્ગ પર આવી જાય છે, તેવી જ રીતે અઢાર સ્થાનોનો વિચાર કરવાથી ચંચળ મન સ્થિર થઈ જાય છે (૧-૧૮). જે રીતે ગળામાં કાંટો ફસાઈ જવાના કારણે માછલીને પશ્ચાત્તાપ થાય છે તે જ રીતે યૌવન વીતી જતાં જયારે સાધુ વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે પશ્ચાત્તાપ કરે છે (૬). મારું આ દુ:ખ ચિરકાળ સુધી રહેશે નહિ, જીવની વિષયવાસના અશાશ્વત છે. જો તે આ શરીરમાં શક્તિ છે ત્યાં સુધીમાં નષ્ટ નહિ થાય તો મૃત્યુ આવતાં અવશ્ય નષ્ટ થઈ જશે (૧૬).
૧, ઉત્તરાધ્યયનના પંદરમાં અધ્યયનનું નામ અને વિષય વગેરે પણ આ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org