Book Title: Angabahya Agam Jain History Series 2
Author(s): Jagdishchandra Jain, Mohanlal Mehta
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
દશવૈકાલિક
૧૫૫ અહીં સૂઈ જાઓ”, “અહીં ઊભા રહો”, “અહીંથી ચાલ્યા જાઓ” વગેરે ન કહે (૪૭). જ્ઞાન-દર્શનયુક્ત તથા સંયમ તથા તપમાં રત સાધુને જ સાધુ કહેવો જોઈએ (૪૯). જે ભાષા પાપકર્મનું અનુમોદન કરનારી હોય, બીજાઓને માટે પીડાકારક હોય, એવી ભાષા ક્રોધ, લોભ અને હાસ્યને વશીભૂત થઈ સાધુએ બોલવી જોઈએ નહિ (૫૪). આચારપ્રણિધિ :
મન, વચન અને કાયાથી છકાય જીવો પ્રત્યે અહિંસાપૂર્વક આચરણ કરવું જોઈએ (૨-૩). સંયતાત્માએ પાત્ર, કંબલ, શય્યા, મળ વગેરે ત્યાગવાના સ્થાન (ઉચ્ચારભૂમિ), સંથારો અને આસનની એકાગ્ર ચિત્તે પ્રતિલેખના કરવી જોઈએ (૧૭). વિષ્ઠા, મૂત્ર, કફ અને નાકના મેલને નિર્જીવ પ્રાસુક સ્થાનમાં યતનાપૂર્વક રાખે (૧૮). ભિક્ષુ કાન વડે ઘણું બધું સાંભળે છે, આંખો વડે ઘણું બધું જુએ છે, પરંતુ જોયેલું અને સાંભળેલું બધું કોઈની સામે કહેવું ઉચિત નથી (૨૦). કાનને પ્રિય લાગનારા શબ્દોમાં રાગભાવ ન કરે, દારુણ અને કઠોર સ્પર્શ શરીર દ્વારા સહન કરે (૨૬). સુધા, પિપાસા, વિષમ ભૂમિમાં નિવાસ, શીત, ઉષ્ણ, અરતિ અને ભયને અદીનભાવે સહન કરે, કેમ કે દેહદુઃખને મહાફળ આપનાર કહેલ છે (૨૭). સૂર્ય અસ્ત થયા પછી સૂર્યોદય સુધી આહાર વગેરેની મનથી પણ ઈચ્છા ન કરે (૨૮). જાણે અજાણે જો કોઈ અધાર્મિક કામ પોતાનાથી થઈ જાય તો સાધુએ તત્કાળ પોતાના મનને ત્યાં જવાથી રોકવું અને ફરી વાર તેવું કામ ન કરવું (૩૧). જ્યાં સુધી ઘડપણ પીડા આપે નહિ, વ્યાધિઓ કષ્ટ પહોંચાડે નહિ અને ઈન્દ્રિયો ક્ષીણ થઈ જાય નહિ ત્યાં સુધી ધર્મનું આચરણ કરવું (૩૬). ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા મિત્રોનો નાશ કરે છે અને લોભ સર્વ વિનાશકારી છે (૩૮). ક્રોધને ઉપશમથી, માનને મૃદુતાથી, માયાને આર્જવથી અને લોભને સંતોષથી જીતે (૩૯). જિતેન્દ્રિય મુનિ હાથ, પગ અને શરીરને સંકુચિત કરી મન, વચન અને કાયાથી સાવધાન બની ગુરુ સમીપ બેસે (૪૫). તે વગર પૂછ્યું કંઈ બોલે નહિ, ગુરુ વાત કરતા હોય ત્યારે વચમાં બોલે નહિ, પીઠ પાછળ ચુગલી ન કરે તથા માયા અને મૃષાનો ત્યાગ કરે (૪૭). નક્ષત્ર, સ્વમ, યોગ, નિમિત્ત, મંત્ર અને ઔષધ – આ પ્રાણીઓના અધિકરણના સ્થાનો છે, એટલા માટે ગૃહસ્થની સન્મુખ તેમની પ્રરૂપણા ન કરે (૫૧). જેવી રીતે મરઘીના બચ્ચાંને બિલાડીનો સદા ભય રહે છે, તેવી જ રીતે બ્રહ્મચારીએ સ્ત્રીઓના શરીરથી ભયભીત રહેવું જોઈએ (૫૪) . સ્ત્રીનાં ચિત્રો આલેખેલ ભીંતને અથવા અલંકૃત નારીને જોઈને તેનું ચિંતન ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org