________________
દશવૈકાલિક
૧૫૩
તેને કઠોર વચનો ન કહે (૨૯). ક્યારેક વિવિધ પ્રકારનું ભોજન મેળવીને ભિક્ષુ સુસ્વાદુ ભોજન પોતે ખાઈને બચેલું વિરસ ભોજન ઉપાશ્રયમાં લાવે છે જેથી બીજા ભિક્ષુઓ તેને રુક્ષભોજી સમજી તેની પ્રશંસા કરે છે, પરંતુ આમ કરવું ઉચિત નથી (૩૩-૩૪). યશનો લોભી ભિક્ષુ ક્યારેય સુરા, મે૨ક અથવા અન્ય માદક રસનું સાક્ષીપૂર્વક પાન ન કરે (૩૬). જે ભિક્ષુ ચોરની માફક એકલો બેસી મદિરાનું પાન કરે છે તે દોષી છે (૩૭)૧.
મહાચાર કથા :
પ્રારંભમાં છ વ્રતોનું પાલન, છકાય જીવોની રક્ષા, ગૃહસ્થના પાત્રનો ઉપયોગ ન કરવો, પલંગ ઉપર ન બેસવું, ગૃહસ્થના આસન પર ન બેસવું, સ્નાન ન કરવું અને શરીરની શોભાનો ત્યાગ કરવો વગેરે વિધાનો છે (૮). બધા જીવો જીવવાની ઈચ્છા કરે છે, કોઈ મરવા ઈચ્છતું નથી, એટલા માટે નિગ્રંથ મુનિઓ પ્રાણવધનો ત્યાગ કરે છે (૧૦). બીજાઓને પીડા પહોંચાડે તેવું મિથ્યાભાષણ ન કરે (૧૧). સચિત્ત અથવા અચિત્ત, અલ્પ અથવા બહુ, એટલે સુધી કે દાંત ખોતરવાનું તણખલું પણ વગર માગ્યે લે નહિ (૧૩). મૈથુન અધર્મનું મૂળ છે અને મહા દોષોનું સ્થાન છે, એટલા માટે નિગ્રંથ સાધુ મૈથુનના સંસર્ગનો ત્યાગ કરે છે (૧૬). વસ્ત્ર-પાત્ર વગેરે રાખવાને પરિગ્રહ કહેતા નથી, જ્ઞાતપુત્ર મહાવીરે મૂર્છા – આસક્તિને પરિગ્રહ કહેલ છે (૨૦). ભિક્ષુ રાત્રિભોજનનો ત્યાગ કરે તથા છ જીવનિકાયોની રક્ષા કરે (૨૪-૪૫). ગૃહસ્થના ઘરે બેસવાથી સાધુના બ્રહ્મચર્યની રક્ષા થઈ શકતી નથી અને સ્ત્રીઓના સંસર્ગને કારણે બ્રહ્મચર્યમાં શંકા પેદા થાય છે, એટલા માટે કુશીલ વધારનાર એવા સ્થાનનો દૂરથી જ ત્યાગ કરે (૫૯), યાવજ્જીવન શીતળ અથવા ઉષ્ણ જળથી સ્નાન ન કરે (૬૨).
નાયાધમ્મકહા (૫)માં શૈલક ઋષિનો રોગ મદ્યપાન દ્વારા શાંત થવાનો ઉલ્લેખ છે. બૃહત્કલ્પભાષ્ય (૯૫૪-૫૬)માં ગ્લાન અવસ્થામાં વૈદ્યના ઉપદેશપૂર્વક વિકટ (મદ્ય) ગ્રહણ કરવાનો ઉલ્લેખ છે. ત્યાં કહેવામાં આવ્યું છે કે જો શૈક્ષકે કોઈના ઘરે વિકટ પાન કરી લીધું હોય તો ગીતાર્થ લોકો વિકટ પાત્રમાં ઈક્ષુ રસ વગેરે નાખી દે. જો તે પાત્ર ફૂટી જાય તો ગાયના પદચિહ્નો બનાવી દે, જેથી એમ જણાય કે તે પાત્ર ગાયે ફોડ્યું છે.
૨. સ્ત્રીઓ કેવી રીતે સાધુઓને વશ કરતી હતી, તે જાણવા માટે જુઓ – સૂત્રકૃતાંગનું સ્રીપરિજ્ઞા
અધ્યયન.
૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org