Book Title: Angabahya Agam Jain History Series 2
Author(s): Jagdishchandra Jain, Mohanlal Mehta
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
દશવૈકાલિક
૧૫૧
ચિત્તે ભ્રમણ કરવું જોઈએ (૨). તેણે ચાર હાથ પ્રમાણ ભૂમિ જોઈને ચાલવું જોઈએ તથા બીજ, હરિયાળી, બે ઈન્દ્રિયાદિ જીવો, અપ્લાય અને પૃથ્વીકાય જીવોને બચાવવા જોઈએ (૩). અંગાર, ક્ષારરાશિ, તુષરાશિ અને ગોમયરાશિ પરથી ધૂળ ભરેલા પગ સાથે પસાર થવું ન જોઈએ (૭). જ્યારે વરસાદ આવતો હોય, ઝાકળ પડતી હોય અથવા વાવાઝોડું ચાલતું હોય ત્યારે કીટ-પતંગ વગેરેથી વ્યાપ્ત ભૂમિ પર ભિક્ષુએ ચાલવું ન જોઈએ (૮). વેશ્યાઓના મહોલ્લામાં જવું ન જોઈએ (૯). કૂતરાં, તાજી વિયાયેલી ગાય, મદમત્ત સાંઢ, હાથી, ઘોડા, બાળકોનું ક્રીડાસ્થાન, કલહ અને યુદ્ધનો દૂરથી જ ત્યાગ કરવો જોઈએ (૧૨). જલદી જલદી વાતચીત કરતાં કરતાં અથવા હસતાં હસતાં ભિક્ષા માટે જાય નહિ; હંમેશા ઊંચનીચ કુળોમાં ગોચરી માટે જાય (૧૪). નિષિદ્ધ અને અપ્રીતિકા૨ક કુળોમાં ભિક્ષા માટે ન જાય (૧૭), ઘેટાં, બાળકો, કૂતરાં અને વાછડાંને વટાવી ઘરમાં પ્રવેશ ન કરવો (૨૨). કુળભૂમિનું ઉલ્લંઘન કરીને ન જવું (૨૪). જો કોઈ સ્ત્રી બે ઈન્દ્રિય વગેરે જીવો અથવા બીજ અને રિયાળીનું પગથી મર્દન કરતી કરતી ભિક્ષા આપે તો તે ગ્રહણ ન કરે (૨૯). જો ભોજન કરતા બે વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ ભોજન માટે આમંત્રણ આપે તો તેણે આપેલ આહાર ગ્રહણ ન કરે, પરંતુ તેના અભિપ્રાયને સમજવાની ચેષ્ટા કરે (૩૭). ગર્ભિણી અથવા સ્તનપાન કરતાં બાળકને એક બાજુ ખસેડીને આહાર આપનારી સ્ત્રી દ્વારા આપેલું ભોજન ગ્રહણ ન કરે (૪૦-૪૨). જલકુંભ, ચોકી અને શીલા વગેરેથી ઢાંકેલા વાસણને ખોલીને અથવા માટી વગેરેના લેપને દૂર કરીને આપેલ આહાર ગ્રહણ ન કરે (૪૫-૪૬). જો એમ લાગે કે અશન, પાન વગેરે શ્રમણોને દેવા માટે પહેલાંથી જ રાખેલ છે તો તે ગ્રહણ ન કરે (૪૭-૫૪). પુષ્પ, બીજ, હરિત, ઉદક અને અગ્નિથી મિશ્રિત ભોજન ગ્રહણ ન કરવાનું વિધાન છે (૫૭-૬૧). માંચડા વગેરે ઉપર ચડીને લાવેલ ભોજન ગ્રહણ ન કરવાનું વિધાન છે (૬૭). ઘણાં હાડકાં (અસ્થિ)વાળું માંસ (પુદ્ગલ) અને ઘણાં કાંટાવાળી માછલી' (મણિમિસ) ગ્રહણ ન કરે (૭૨-૭૩). જો ભોજન કરતાં કરતાં હાડકાં (અસ્થિ), કાંટ, તૃણ, કાજ,
१. अयं किल कालाद्यपेक्षया ग्रहणे प्रतिषेधः; अन्ये त्वभिदधति वनस्पत्यधिकारात्तथा વિધતામિધાને – હરિભદ્રીય ટીકા, પૃ. ૩૫૬; મંત્રં વા ગેર્ પર્ સાધૂળ, વિ જાનું રેસં પડુત્ત્વ મં સુત્તમાનતું – દશવૈકાલિક-ચૂર્ણિ, પૃ. ૧૮૪. વધુ ક્રિયેળ મંસેળ વા વદુતળ मच्छेण वा उवनिमंतिज्जा - एयप्पगारं निग्घोसं सुच्चा नो खलु मे कप्पइ अभिकंखसि મે વાડ ખાવડ્યું તાવડ્યું પુષ્પાŕ વાદ મા ય ગઢ઼િયારૂં અર્થાત્ પુદ્ગલ (માંસ) જ આપો,
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org