________________
૧પ૦
અંગબાહ્ય આગમો (દેવ અને નારકી) જીવોની ગણના થાય છે (૧). છ જવનિકાયોને કૃત, કારિત, અનુમોદન અને મન, વચન, કાયા વડે હાનિ પહોંચાડવાનો નિષેધ કરવામાં આવ્યો છે (૨). સર્વ પ્રાણાતિપાત-વિરમણ, મૃષાવાદ-વિરમણ, અદત્તાદાન-વિરમણ, મૈથુન-વિરમણ અને પરિગ્રહ-વિરમણ – આ પાંચ મહાવ્રતો છે (૩-૭). છઠું રાત્રિભોજન-વિરમણ વ્રત કહેવામાં આવ્યું છે (૮), ભિક્ષુ-ભિક્ષુણી દિવસ કે રાતે, એકલા કે સમૂહમાં, સુસુપ્ત અથવા જાગૃત દશામાં, પૃથ્વી, ભીંત, શિલા, ધૂળ ભરેલા શરીર અથવા વસ્ત્રને હાથ, પગ, કાઇ, આંગળી કે લોઢાની સળી વગેરેથી ઝાટકે નહિ, લૂછે નહિ, આમ તેમ હલાવે નહિ, ન તેનું છેદન કરે કે ન ભેદન કરે. પાણી, ઝાકળ, હિમ, મહિકા (ભૂજ), કરક (કરા), ભીના શરીર અથવા તો ભીના વસ્ત્રનો સ્પર્શ ન કરે, સૂકવે નહિ, નીચોવે નહિ, ઝાટકે નહિ કે અગ્નિની સામે રાખે નહિ (૧૧), અગ્નિ, અંગાર, ચિનગારી, જવાળા, સળગતું કાષ્ઠ અને ઉલ્કાને સળગાવે નહિ, બુઝાવે નહિ, લાકડી વગેરેથી હલાવે ચલાવે નહિ, પાણીથી સીંચે નહિ કે છિન્ન ભિન્ન કરે નહિ (૧૨). પંખા, પાંદડાં, શાખા, મયૂરપંખ, વસ્ત્ર, હાથ કે મોઢાથી હવા ન નાખે (૧૩). બીજ, અંકુર, લીલ, સચિત્ત વગેરે ઉપર પગ રાખીને જાય નહિ, ન તેમના પર બેસે કે ન સૂવે (૧૪). જો હાથ, પગ, માથું, વસ્ત્ર, પાત્ર, રજોહરણ, દંડ, પીઠ (ચોકી), ફલક (પાટિયું), શય્યા અને સંથારા વગેરેમાં કીટ, પતંગિયાં, કુંથવા કે કીડી નજરે પડે તો ખૂબ પ્રયત્નપૂર્વક તેમને વારંવાર સંભાળીને એકાંતમાં મૂકી દે (૧૫). અયત્નપૂર્વક બેસવાથી, ઉઠવાથી, સૂવાથી, ખાવાથી, પીવાથી અને બોલવાથી ભિક્ષુ પાપકર્મોનો બંધ કરે છે, જેનું ફળ કડવું હોય છે. તેથી ભિક્ષુએ યતનાપૂર્વક આચરણ કરવું જોઈએ (૧૦૮). સૌથી પહેલાં જ્ઞાન છે, પછી દયા – આ રીતે સંયમી જ્ઞાનપૂર્વક આચરણ કરે છે, અજ્ઞાની શું કરી શકે છે ? તે પુણ્યપાપને કેવી રીતે સમજી શકે (૧૦)? જે જીવ, અજીવ, જીવાજીવને જાણે છે તે સંયમને જાણે છે (૧૩). જીવાજીવને સમજીને સંયમી જીવોની ગતિને સમજે છે, પુણ્ય, પાપ, બંધ અને મોક્ષને સમજે છે તથા પુણ્ય પાપ વગેરે સમજવાને કારણે વિષયભોગોમાંથી નિવૃત્ત થાય છે. પછી બાહ્ય-આધ્યેતર સંયોગને છોડીને મુંડ બની પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે, ઉત્કૃષ્ટ ચારિત્ર પ્રાપ્ત કરે છે, કમરજનું પ્રક્ષાલન કરે છે, જ્ઞાન-દર્શન પ્રાપ્ત કરે છે, લોકાલોકને જાણીને કેવલીપદ પ્રાપ્ત કરે છે, શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરે છે અને અંતે કર્મોનો ક્ષય કરી લોકના અગ્રભાગમાં પહોંચી સિદ્ધ બની જાય છે (૧૪-૨૫). પિચ્છેષણા – પહેલો ઉદ્દેશ:
ગામ અથવા નગરમાં ભિક્ષાટન માટે ગયેલ ભિક્ષુએ ધીરે ધીરે અને શાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org