________________
૧૫ર
અંગબાહ્ય આગમો કાંકરાં વગેરે મોઢામાં આવી જાય તો તેને મોઢામાંથી ઘૂંકી ન નાખતાં હાથમાં લઈ એક બાજુ મૂકી દે (૮૪-૮૫). જિન ભગવાને મોક્ષ સાધનના કારણભૂત શરીર ધારણ માટે નિર્દોષ ભિક્ષાવૃત્તિ બતાવી છે (૯૨). મુધાદાતા (નિસ્વાર્થ બુદ્ધિથી દાન આપનાર) અને મુધાજીવી (નિસ્પૃહ ભાવથી ભિક્ષા ગ્રહણ કરનાર) એ બન્ને દુર્લભ છે, બન્નેને ય સુગતિ પ્રાપ્ત થાય છે (૧૦૦).
પિચ્છેષણા-બીજો ઉદ્દેશ :
ભિક્ષુએ ધ્યાન રાખવું કે તે સમયસર ભિક્ષા માટે જાય, સમયસર પાછો ફરે અને યથાસંભવ અકાળનો ત્યાગ કરે. જો સમયનું ધ્યાન ન રાખતાં ભિક્ષુ અસમયમાં જાય છે તો તે પોતાની જાતને કષ્ટ પહોંચાડે છે અને પોતાના સન્નિવેશ માટે નિંદાનું કારણ બને છે (૪-૫). ગોચરી માટે ગયેલા ભિક્ષુએ માર્ગમાં ક્યાંય બેસવું ન જોઈએ અને ઊભા ઊભા કથાઓ ન કહેવી જોઈએ (૮). તેણે આગળો, ભોગળ, દરવાજા કે બારણાં વગેરેનો ટેકો લઈ ઊભા ન રહેવું જોઈએ (૯). જો કોઈ શ્રમણ, બ્રાહ્મણ, કૃપણ અથવા વનપક ભિક્ષા લેવા માટે ત્યાં હાજર હોય તો તેને વટાવીને પ્રવેશ ન કરે; તે એવા સ્થાને ઊભો ન રહે કે જ્યાંથી લોકો તેને જોઈ શકે; તે એક બાજુ જઈને ઊભો રહી જાય (૧૦-૧૧). કોઈના ઘરમાં ભોજન, પાન તથા શયન, આસન, વસ્ત્ર વગેરે ખૂબ પરિમાણમાં રાખેલા હોય છતાં દાતા તેનું દાન કરે નહિ તો પણ ભિક્ષુએ કોપાયમાન ન થવું જોઈએ (૨૭-૨૮). સ્ત્રી, પુરુષ, તરુણ અથવા કોઈ વૃદ્ધ જો વંદન કરે તો તેની પાસે યાચના ન કરે અથવા
અસ્થિ નહિ, છતાં પણ જો કોઈ પાત્રમાં અસ્થિ નાખી દે તો માંસ-મસ્યનું ભક્ષણ કરી અસ્થિ એકાંતમાં રાખી દે. ટીકા – અવં માંસૂત્રમા નેય ! મણ ગોપાલાને વછૂતાછુપીમનાઈ સરોવેશતો વહાપરિમોન વેલવિના જ્ઞાનgવારવાઋત્તવ - આચારાંગ (૨), ૧. ૧૦. ૨૮૧, પૃ. ૩૨૩. વિવાદુપિયે (માપવા-ગૌત્સ) – “વહુલું पोग्गलं अणिमिसं वा बहुकंटयं" एवं अववादतो गिण्हंतो भणाइ - "मंसं दल, मा મયિ” આવશ્યકચૂર્ણિ; ૨, પૃ. ૨૦૨. ' વનપક પાંચ હોય છે – શ્રમણ, બ્રાહ્મણ, કૃપણ, અતિથિ અને શ્વાન (સ્થાનાંગ, પૃ. ૩૨૩ અ). શ્રમણોના પાંચ ભેદ છે –- નિગ્રંથ, શાક્ય, તાપસ, ઐરિક (ગેરુઆ રંગના વસ્ત્રો પહેરનાર) અને આજીવક (ગોશાલના શિષ્યો). આવશ્યકચૂર્ણિ (૨, પૃ. ૨૦)માં કહ્યું છે કે આજીવક, તાપસ, પરિવ્રાજક, સચ્ચક્રિય (બૌદ્ધ ભિક્ષુ) અને બોટિય (દિગંબર સંપ્રદાયના ભિક્ષુ)ની વંદના ન કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org