________________
૧૫૪
અંગબાહ્ય આગમો વાક્યશુદ્ધિ :
જે ભાષા સત્ય છે પરંતુ સદોષ હોવાને કારણે અવક્તવ્ય છે, અને જે ભાષા સત્ય-મૃષા છે અથવા મૃષા છે, તથા જે બુદ્ધો દ્વારા અનાવરણીય છે, તેવી ભાષા પ્રજ્ઞાવાન સાધુ ન બોલે (૨). તેણે હંમેશા નિર્દોષ, અકર્કશ, અસંદિગ્ધ, અસત્યમૃષા વાણી બોલવી જોઈએ (૩). અતીત, વર્તમાન અથવા ભવિષ્યકાળ સંબંધી જે વાતને ન જાણે તેને નિશ્ચયાત્મક રૂપે ન બોલે (૮). કઠોર અને અનેક પ્રાણીઓનો સંહાર કરનારી સત્ય વાણી પણ ન બોલે, કેમ કે તેનાથી પાપનો બંધ થાય છે (૧૧). કાણાને કાણો, નપુંસકને નપુંસક, રોગીને રોગી અને ચોરને ચોર કહીને ન બોલાવે (૧૨). મનુષ્ય, પશુ, પક્ષી અથવા સર્પ વગેરેને જોઈને આ સ્થળ છે, ચરબીવાળો છે, વધ કરવા યોગ્ય છે અથવા પકાવવા યોગ્ય છે – આવા પ્રકારની ભાષા ન બોલે (૨૨). આ ગાય દોહવા જેવી છે, વાછડાં નાથવા જેવા છે અથવા રથમાં જોતરવા યોગ્ય છે – આવી જાતની ભાષા ન બોલે (૨૪). એ જ રીતે ઉદ્યાન, પર્વત અને વન વગેરેમાં જઈ ત્યાં વિશાળ વૃક્ષો જોઈને એમ ન કહે કે આ વૃક્ષો મહેલના થાંભલા, તોરણ, ભોગળ, આગળા અને હોડી વગેરે બનાવવા માટે યોગ્ય છે (૨૫-૨૬). ફળ પાકીને તૈયાર થઈ ગયા છે, પકાવીને ખાવા યોગ્ય છે, બહુ પાકી ગયા છે, હજી સુધી આમાં ગોટલી બાજી નથી, અથવા આ બે ફાડ કરવા યોગ્ય છે વગેરે ભાષા ન બોલે (૩૨). આ સંખડિ' કરવા યોગ્ય છે, આ ચોર મારવા લાયક છે અથવા આ નદી પાર કરવા યોગ્ય છે – આવા પ્રકારની ભાષા ન બોલે (૩૬). આ કામ કેટલું સારું કર્યું, આ તેલ કેટલું સરસ પકાવ્યું, સારું થયું આ વન કાપી નાખ્યું, સારું થયું તેનું ધન ચોરી લીધું, સારું થયું તે મરી ગયો વગેરે પ્રકારની ભાષા ન બોલે (૪૧). ભિક્ષુએ જોવું જોઈએ કે તે ગૃહસ્થને “આવો, બેસો”, “અહીં આવો”, “આમ કરો”,
१. संखंड्यन्ते त्रोट्यन्ते जीवानां वनस्पतिप्रभृतीनामायूंषि प्राचुर्येन यत्र प्रकरणविशेषे सा खलु
સંવડિરિત્યુચ્યતે (બૃહત્કલ્પભાષ્ય ૩, ૮૮૧). સંખડિના અનેક પ્રકાર બતાવવામાં આવ્યા છે – યાવત્તિકા, પ્રગણિતા, ક્ષેત્રાભ્યન્તર વર્તિની, અત્રસ્થિતા, બહિર્વતિની, આકર્ષા, અવિશુદ્ધપંથગમના, સપ્રત્યપાયા અને અનાચીÍ. ગિરનાર, અબુંદ (આબુ) અને પ્રભાસ વગેરે તીર્થો પર સંખડિનો ઉત્સવ ઉજવવામાં આવતો જેમાં શાક્ય, પરિવ્રાજક વગેરે અનેક સાધુઓ એકઠા થતા. આમાં લોકો દૂર દૂરથી આવી એકઠા થતા તથા ખૂબ ખાઈ-પી વિકાલમાં પડ્યા રહેતા (એજન ૫, ૫૮૩૮, પૃ. ૧૫૪૦). માંસપ્રચુર સંખડિમાં માંસના ઢગલો કાપી કાપી સુકવવામાં આવતા (આચારાંગ ૨, પૃ. ૨૯૭ અ - ૩૦૪).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org