________________
૮૬
અંગબાહ્ય આગમો
પ્રથમ પ્રાભૃત :
પ્રથમ પ્રાભૃતમાં આઠ અધ્યાય (પ્રાભૃત-પ્રાભૃત) છે : – ૧. દિવસ અને રાત્રિના મુહૂર્તોનું વર્ણન (૮-૧૧). ૨. અર્ધમંડળની વ્યવસ્થાનું વર્ણન – બે સૂર્યોમાંથી દક્ષિણ દિશાનો સૂર્ય દક્ષિણાઈ મંડળનું અને ઉત્તર દિશાનો સૂર્ય ઉત્તરાર્ધ મંડળનું પરિભ્રમણ કરે છે (૧૨-૧૩). ૩. આ જંબૂદ્વીપમાં બે સૂર્યો છે, એક ભરત ક્ષેત્રમાં, બીજો ઐરાવત ક્ષેત્રમાં – આ સૂર્યો ૩૦ મુહૂર્તમાં એક અર્ધમંડળનું અને ૬૦ મુહૂર્તમાં સમસ્ત મંડળનું ચક્કર લગાવે છે (૧૪). ૪. પરિભ્રમણ કરતા બંને સૂર્યોમાં પરસ્પર કેટલું અંતર રહે છે ? (૧૫). ૫. કેટલા દ્વીપ-સમુદ્રોનું અવગાહન કરીને સૂર્ય પરિભ્રમણ કરે છે ?(૧૬-૧૭).
૧. ભાસ્કરે પોતાના સિદ્ધાંતશિરોમણિ અને બહ્મગુએ પોતાના ફૂટસિદ્ધાંતમાં જૈનોની બે સૂર્ય
અને બે ચંદ્રની માન્યતાનું ખંડન કર્યું છે. પરંતુ ડો. થીબોએ જર્નલ ઓફ ધી એશિયાટીક સોસાયટી ઑફ બેંગાલ (વો. ૪૯, પૃ. ૧૦૭ વગેરે, ૧૮૧ વગેરે)માં “ઓન ધી સૂર્યપ્રજ્ઞપ્તિ નામના પોતાના વિદ્વત્તાપૂર્ણ લેખમાં દર્શાવ્યું છે કે ગ્રીક લોકોના ભારતવર્ષમાં આગમન પૂર્વે ઉક્ત સિદ્ધાંત સર્વમાન્ય હતો. ભારતીય જ્યોતિષના અતિ પ્રાચીન જ્યોતિષ-વેદાંગ ગ્રંથની માન્યતાઓ સાથે તેમણે સૂર્યપ્રજ્ઞપ્તિના સિદ્ધાંતોની સમાનતા બતાવી છે. આની નિર્યુક્તિની કેટલીક ગાથાઓ વ્યવચ્છિન્ન થઈ જવાને કારણે ટીકાકારે તેમની વ્યાખ્યા કરી નથી (ટીકા,
પૃ. ૧૫). ૨. જયારે સૂર્ય દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર અને પૂર્વ દિશાઓમાં ઘૂમે છે ત્યારે મેરુની દક્ષિણ, પશ્ચિમ,
ઉત્તર અને પૂર્વવર્તી પ્રદેશોમાં દિવસ થાય છે. ૩. બ્રાહ્મણ પુરાણોની માફક જૈનોએ પણ આ લોકમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો હોવાનું સ્વીકાર્યું
છે. આ અસંખ્યાત દ્વીપ-સમુદ્રોની વચ્ચે મેરુ પર્વત રહેલો છે. પહેલાં જેબૂદ્વીપ છે, તે પછી લવણસમુદ્ર, પછી ધાતકી ખંડ, કાલોદ સમુદ્ર, પુષ્કરવર દ્વીપ – આ રીતે મેરુ અસંખ્યાત દ્વીપ-સમુદ્રોથી ઘેરાયેલો છે. જેબૂદ્વીપના દક્ષિણ ભાગમાં ભારતવર્ષ અને ઉત્તર ભાગમાં ઐરાવત વર્ષ છે તથા મેરુ પર્વતના પૂર્વ અને પશ્ચિમમાં સ્થિત વિદેહ, પૂર્વવિદેહ અને પશ્ચિમ વિદેહ એવા બે ભાગોમાં વહેંચાઈ ગયેલ છે. સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રો મેરુ પર્વતની ચોપાસ ભ્રમણ કરે છે. જૈન માન્યતા અનુસાર જ્યારે સૂર્ય જેબૂદ્વીપમાં ૧૮૦ યોજનથી વધુ પ્રવેશ કરી પરિભ્રમણ કરે છે ત્યારે વધુમાં વધુ ૧૮ મુહૂર્તનો દિવસ અને ઓછામાં ઓછી ૧૨ મુહૂર્તની રાત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org