________________
નિરયાવલિકા
સંગ્રામમાં જોડાયો. આ યુદ્ધમાં કાકુમાર માર્યો ગયો.
બીજા અધ્યયનમાં સુકાલ, ત્રીજામાં મહાકાલ, ચોથામાં કર્ણા, પાંચમામાં સુકર્ણા, છઠ્ઠામાં મહાકણ્ઠ, સાતમામાં વી૨કર્ણા, આઠમામાં રામકર્ણ, નવમામાં પિઉસેણકર્ણી અને દસમા અધ્યયનમાં મહાસેણકણ્ડની કથા છે.
કલ્પવડિસિયા :
આમાં નીચે મુજબના દસ અધ્યયનો છે :– પઉમ, મહાપઉમ, ભદ્દ, સુભદ્દ, પઉમભદ્દ, પઉમસેણ, પઉમચુમ્મ, નલિણિગુમ્મ, આણંદ અને નંદણ.
ચંપા નગરીમાં કૃણિક રાજા રાજ્ય કરતો હતો. તેની રાણીનું નામ પદ્માવતી હતું. રાજા શ્રેણિકની બીજી રાણીનું નામ કાલી હતું. તેને કાલ નામે પુત્ર હતો. કાલની પત્નીનું નામ પદ્માવતી હતું. તેને પદ્મકુમાર નામે પુત્ર જન્મ્યો. પદ્મકુમારે મહાવીર પાસે શ્રમણદીક્ષા ગ્રહણ કરી. મરીને તે સ્વર્ગમાં ગયો.
૧૦૯
બાકીના અધ્યયનોમાં મહાપદ્મ, ભદ્ર, સુભદ્ર વગેરે કુમારોનું વર્ણન છે. પુલ્ફિયા :
પુલ્ફિયામાં દસ અધ્યયનો છે :– ચંદ, સૂર, સુક્ક, બહુપુત્તિય, પુન્નભદ્દ, માણિભદ્દ, દત્ત, સિવ, બલ અને અણાઢિય.
પહેલા અધ્યયનમાં – રાજગૃહમાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. એક વાર મહાવીર રાજગૃહમાં પધાર્યા. જ્યોતિષેન્દ્ર ચન્દ્રે પોતાના અવધિજ્ઞાન વડે તેઓને જોયા. તે પોતાના યાન વિમાનમાં બેસી તેમના દર્શન માટે આવ્યો. અહીં ચન્દ્રના પૂર્વભવનું વર્ણન છે.
બીજા અધ્યયનમાં ચન્દ્રની જગ્યાએ સૂર્યનું વર્ણન છે.
ત્રીજા અધ્યયનમાં શુક્ર મહાગ્રહનું વર્ણન છે. તેમાં સોમિલ બ્રાહ્મણની કથા આ પ્રમાણે છે :
વારાણસી નગરીમાં સોમિલ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે ઋગ્વેદ વગેરે શાસ્ત્રોનો પંડિત હતો. એકવાર નગરીના અંબસાલવનમાં પાર્શ્વનાથ પધાર્યા. સોમિલ તેમના દર્શન માટે ગયો અને તેમનો ઉપદેશ સાંભળી શ્રાવક બની ગયો.
૧.
૨.
આ વિષયમાં આવશ્યકચૂર્ણિ (૨.૧૬૭-૧૭૩) પણ જોવી જોઈએ.
આ અધ્યયનોમાં ઘણી ગરબડ જણાય છે. સ્થાનાંગના ટીકાકાર અભયદેવ અનુસાર બહુપુત્રિકાના સ્થાને પ્રભાવતીનું અધ્યયન હોવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org