________________
ઉત્તરાધ્યયન
૧૩૯ પુરૂષો બ્રાહ્મણ કહે છે. ૧ મસ્તક મુંડાવી લેવાથી શ્રમણ નથી થતો, ૐકારનો જપ કરવાથી બ્રાહ્મણ નથી બનતો, અરણ્યવાસથી મુનિ નથી થતો અને કુશચીવર ધારણ કરવાથી તપસ્વી કહેવાતો નથી. સમતાથી શ્રમણ, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ અને તપથી તપસ્વી બને છે. કર્મથી બ્રાહ્મણ થાય છે, કર્મથી ક્ષત્રિય થાય છે, કર્મથી વૈશ્ય થાય છે અને પોતાના કર્મથી જ મનુષ્ય શૂદ્ર બને છે.
જયઘોષ મુનિનો ઉપદેશ સાંભળી વિજયધોષ બ્રાહ્મણે તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી (૧-૪૫). સામાચારી :
આવશ્યકી, નૈષધિની, આપૃચ્છના, પ્રતિપૃચ્છના, છંદના, ઈચ્છાકાર, મિથ્યાકાર, તથતિકાર, અભ્યત્થાન અને ઉપસંપદા– આ દસ સાધુ-સામાચારી કહેવામાં આવેલ છે (૧-૪). ખાંકીય :
જેવી રીતે ગાડીમાં યોગ્ય બળદ જોતરવાથી કાંતાર (ભયાનક જંગલ)ને સરળતાથી પાર કરી શકાય છે, તેવી જ રીતે સંયમમાં સંલગ્ન શિષ્ય સંસારરૂપી અટવીને પાર કરી જાય છે (૨), જે અડિયલ બળદો (ખલુંક)ને ગાડીમાં જોડે છે તે તેને મારતા મારતા થાકી જાય છે અને તેનો ચાબુક પણ તૂટી જાય છે (૩). દુષ્ટ શિષ્યો અડિયલ બળદોની જેવા છે, જે ધર્મરૂપી યાનમાં જોડાતાં તેને તોડી-ફોડી નાખે છે (૮). ગર્ગાચાર્ય અડિયલ ટટ્ટની જેમ વર્તનાર પોતાના શિષ્યોને છોડીને એકાંતમાં તપ કરવા ચાલ્યા ગયા (૧૬). મોક્ષમાર્ગીય :
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને જિન ભગવાને મોક્ષનો માર્ગ કહ્યો છે (૨). જ્ઞાનના પાંચ ભેદો છે – મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન (૪). ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ આ છ દ્રવ્યોના સમૂહને લોક કહેવામાં આવે છે (૭). જીવ, અજીવ, બંધ, પુષ્ય, પાપ, આગ્નવ, સંવર, નિર્જરા અને મોક્ષ – આ નવ તત્ત્વો છે (૧૪). આ તત્ત્વોમાં શ્રદ્ધા કરવી તે સમ્યક્ત છે (૧૫). આગળ જતાં સમ્યક્તના દસ ભેદ (૧૬), સમ્યક્તના આઠ
૧. સરખાવો –
न जटाहि न गोत्तेन न जच्चा होति ब्राह्मणो । यम्हि सच्चं व धम्मो च सो सुची सो च ब्राह्मणो ।
ધમ્મપદ, બ્રાહ્મણવર્ગ ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org