________________
૧૪૦
અંગબાહ્ય આગમો અંગો (૩૧), ચારિત્રના પાંચ ભેદો (૩૨-૩૩) અનેતપનાબે પ્રકાર બતાવવામાં આવ્યા છે(૩૪). સમ્યક્ત-પરાક્રમઃ
'આ અધ્યયનમાં સંવેગ, નિર્વેદ, ધર્મશ્રદ્ધા, ગુરુસાધર્મિકસુશ્રુષણા, આલોચના, નિંદા, ગહ, સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન, સ્તવસ્તુતિમંગલ, કાલપ્રતિલેખના, પ્રાયશ્ચિત્તકરણ, ક્ષમાપના, સ્વાધ્યાય, વાચના, પ્રતિપૃચ્છના, પરિવર્તન, અનુપ્રેક્ષા, ધર્મકથા, શાસ્ત્રારાધના વગેરે ૭૩ સ્થાનોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે (૧-૭૪). તપોમાર્ગ ગતિઃ
પ્રાણવધ, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ અને રાત્રિભોજનથી વિરક્ત થવાને કારણે જીવ આગ્નવરહિત થાય છે (૨), પાંચ સમિતિ અને ત્રણ ગુપ્રિ સહિત, ચાર કષાયોથી રહિત, જિતેન્દ્રિય, નિરભિમાની અને શલ્યરહિત થવાથી જીવ આગ્નવરહિત થાય છે. (૩). આગળ જતાં તપના ભેદો બતાવ્યા છે (૭-૮). ચરણવિધિ: - બે પાપ, ત્રણ દંડ, ચાર વિકથાઓ, પાંચ મહાવ્રતો, છ લેશ્યાઓ, સાત પિંડગ્રહણ-પ્રતિમાઓ અને ભયસ્થાનો, આઠ મદ, નવ બ્રહ્મચર્ય, દસ ભિક્ષુધર્મ, અગિયાર પ્રતિમાઓ, બાર ભિક્ષુપ્રતિમાઓ, તેર ક્રિયાસ્થાનો, ચૌદ પ્રાણીસમૂહો, પંદર પરમાધાર્મિક દેવો, સોળ સૂત્રકૃતાંગના પ્રથમ સ્કંધના અધ્યયનો, સત્તર અસંયમ, અઢાર અબ્રહ્મચર્ય, ઓગણીસ જ્ઞાતાધર્મના અધ્યયનો, વીસ સમાધિસ્થાનો, એકવીસ સબલદોષો, બાવીસ પરીષહો, ત્રેવીસ સૂત્રકૃતાંગના કુલ અધ્યયનો, ચોવીસ દેવો, પચીસ ભાવનાઓ, દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ તથા વ્યવહારસૂત્રના બધા મળી છવ્વીસ વિભાગો, સત્યાવીસ અનગાર-ગુણો, અઠ્યાવીસ આચાર-પ્રકલ્પ, ઓગણત્રીસ પાપસૂત્રો, ત્રીસ મહામોહનીય સ્થાનો, એકત્રીસ સિદ્ધગુણો, બત્રીસ યોગસંગ્રહ અને તેત્રીસ આસાતનાઓ–આમાં જે સદૈવ ઉપયોગ રાખે છે તે ભિક્ષુ સંસારમાં પરિભ્રમણ કરતો નથી (૧-૨૧). પ્રમાદસ્થાન :
સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશથી, અજ્ઞાન અને મોહના ત્યાગથી તથા રાગ અને દ્વેષના ક્ષયથી એકાંત સુખકારી મોક્ષની પ્રાપ્તિ થાય છે (૨). જેવી રીતે બિલાડીઓના નિવાસસ્થાન પાસે ઉંદરોનું રહેવું ઉચિત નથી, તેવી જ રીતે સ્ત્રીઓના નિવાસસ્થાન પાસે બ્રહ્મચારીનું રહેવું ઠીક નથીં(૧૩). કર્મપ્રકૃતિઃ
કર્મ આઠ હોય છે – જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ,
Jain Education International,
For Private & Personal Use Only
www.jainelibrary.org