________________
ઉત્તરાધ્યયન
૧૪૧ નામ, ગોત્ર અને અંતરાય (૨-૩). આગળ તેમના અવાંતર ભેદો આપ્યા છે (૪૧૫). લેશ્યાઃ
લેશ્યાઓ છ હોય છે – કૃષ્ણ, નીલ, કાપોત, તેજ, પદ્મ અને શુક્લ (૧૩). આગળ જતાં વેશ્યાઓનાં વર્ણ, રસ, ગંધ, સ્પર્શ અને પરિણામનું વર્ણન છે (૪૨૦). લેશ્યાઓનાં લક્ષણો વગેરે પણ બતાવવામાં આવ્યાં છે (૨૧-૬૧). અનગાર :
સંયમીએ હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય, ઈચ્છા તથા લોભ – એટલાનો ત્યાગ કરવો જોઈએ (૩). મશાન, શૂન્યાગાર, વૃક્ષની નીચે અથવા બીજા માટે બનાવાયેલા એકાંત સ્થાનમાં રહેવું જોઈએ (૬). ક્રય-વિજ્યમાં સાધુએ કોઈપણ પ્રકારનો ભાગ લેવો ન જોઈએ (૧૪). જીવાજીવવિભક્તિઃ . અજીવના બે ભેદ છે – રૂપી અને અરૂપી. રૂપીના ચાર અને અરૂપીના દસ ભેદ છે. અરૂપીના દસ ભેદ આ પ્રમાણે છે – ધર્માસ્તિકાયના સ્કંધ, દેશ અને પ્રદેશ, અધર્માસ્તિકાયના સ્કંધ, દેશ અને પ્રદેશ, આકાશાસ્તિકાયના સ્કંધ, દેશ અને પ્રદેશ તથા અદ્ધાસમય (કાળ) (૪-૬). રૂપીના ચાર ભેદ આ પ્રમાણે છે – સ્કંધ, સ્કંધના દેશ, તેના પ્રદેશ અને પરમાણુ (૧૦). એ જ રીતે પુદ્ગલના બીજા પણ ભેદ-પ્રભેદો છે (૧૫-૪૭). જીવો બે પ્રકારના હોય છે – સંસારી અને સિદ્ધ (૪૮). સિદ્ધોના અનેક ભેદ છે (૪૯-૬૭). સંસારી જીવના બે ભેદ છે – ત્રસ અને સ્થાવર (૬૮). સ્થાવર જીવોના ત્રણ ભેદ છે – પૃથ્વીકાય, જલકાય અને વનસ્પતિકાય (૬૯). તેમના અનેક અવાંતર ભેદો છે (૭૦-૧૦૫). ત્રસ જીવોના ત્રણ ભેદ છે – અગ્નિકાય, વાયુકાય, હીન્દ્રિયાદિ જીવો (૧૦૭). તેમના અનેક ઉપભેદો છે (૧૦૮-૧૫૪). પંચેન્દ્રિય જીવ ચાર પ્રકારના હોય છે – નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ (૧૫૫). તેમના અનેક ઉત્તરભેદો છે (૧૫૬-૨૪૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org