________________
આવશ્યક
૧૪૩ આવશ્યક કહેવામાં આવેલ છે. તેમાં છ અધ્યાય છે – સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. સામાયિક :
રાગ-દ્વેષરહિત સમભાવને સામાયિક કહે છે. “હું સામાયિક કરું છું, માવજીવન બધા પ્રકારના સાવદ્ય યોગોનું પ્રત્યાખ્યાન કરું છું – મન, વચન, કાયાથી તથા કૃત, કારિત, અનુમોદનાથી ત્યાગ કરું છું, તેમનાથી નિવૃત્ત થાઉં છું, તેમની નિંદા કરું છું, પોતાની જાતનો ત્યાગ કરું છું. મેં દિવસભર જો વ્રતોમાં અતિચાર કર્યો હોય, સૂત્ર અથવા માર્ગની વિરુદ્ધ આચરણ કર્યું હોય, દુર્બાન કર્યું હોય, શ્રમણધર્મની વિરાધના કરી હોય તો તે બધું મિથ્યા થાઓ. જ્યાં સુધી હું અહંત ભગવાનના નમસ્કારમંત્રનું ઉચ્ચારણ કરી કાયોત્સર્ગ ન કરું, ત્યાં સુધી હું પોતાની કાયાને એક સ્થાન પર રાખીશ, મૌન રહીશ, ધ્યાનમાં સ્થિત રહીશ.” ચતુર્વિશતિસ્તવ :
ચતુર્વિશતિસ્તવમાં ચોવીસ તીર્થકરોનું સ્તવન કરવામાં આવેલ છે. “લોકને ઉદ્યોતિત કરનારા ધર્મના તીર્થકરો એવા ચોવીસ કેવલીઓનું હું સ્તવન કરીશ. તીર્થકરો મારા પર પ્રસન્ન થાઓ, હું તેમની કીર્તિ, વંદના અને મહિમા કરું છું.” વંદન :
વંદન અર્થાત્ સ્તવન. “હે ક્ષમાશ્રમણ ! હું આપને વંદન કરવાની ઈચ્છા કરું છું. આપ મને વંદન માટે ઉચિત અવગ્રહ (ગુરુની પાસે બેસવાનો મર્યાદાપ્રદેશ)ની અનુમતિ આપો.” શિષ્ય ગુરુના ચરણોને પોતાના હાથ વડે સ્પર્શ કરી કહે છે – “જો આપને કષ્ટ થયું હોય તો ક્ષમા કરશો. અતિશય સુખપૂર્વક આપનો દિવસ વ્યતીત થાઓ. તપ, નિયમ આદિ રૂપ આપની યાત્રા કેવી ચાલે છે? ઈન્દ્રિયોની સ્વાધીનતા રૂપી યાપનીયતા કેવી છે ? હે ક્ષમાશ્રમણ ! મેં મન,
(ક) (મૂળ) સં. પુણ્યવિજય, મહાવોર જૈન વિદ્યાલય, મુંબઈ, ઈ.સ. ૧૯૭૭ (ખ) (મૂળ) વૃત્તિ અને ગુજરાતી અનુવાદ સહિત – ચિદાનંદ કીર્તિ પ્રકાશન, ૧૦/૧૨૭૦,
ગોપીપુરા એનરોડ, સુરત. (ગ) (મૂળ) સં. જિનેન્દ્રગણિ – હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા, લાખાબાવળ, શાંતિપુરી,
સૌરાષ્ટ્ર, ઈ. સ. ૧૯૭૫. (ઘ) (મૂળ) સં. રતનલાલ ડોશી – અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિરક્ષક સંઘ,
સૈલાના. અવશ્ય જીર્ણવ્યું આવશ્ય, શ્રમરિવર્ષે ૩મયાને યિતે | – મલયગિરિ. આવશ્યક-ટીકા, પૃ. ૮૬ અ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org