________________
૧૪૪
અંગબાહ્ય આગમો વચન અને કાયાની દુષ્ટતા અથવા ક્રોધ, માન, માયા અને લોભથી જે કંઈ કર્યું છે તેની ક્ષમા કરો.” પ્રતિક્રમણ :
પ્રમાદવશ શુભયોગથી ટ્યુત થઈને અશુભ યોગ પ્રાપ્ત કર્યા પછી ફરી શુભ યોગ પ્રાપ્ત કરવાની ક્રિયાને પ્રતિક્રમણ કહે છે. “અરિહંતો, સિદ્ધો અને સાધુઓ લોકમાં ઉત્તમ છે, કેવલીએ કહેલો ધર્મ લોકમાં ઉત્તમ છે. હું અરિહંતો, સિદ્ધો અને સાધુઓના શરણમાં જાઉં છું. હું કેવલીકથિત ધર્મના શરણમાં જાઉં છું. મેં શાસ્ત્ર, માર્ગ અથવા આચાર વિરુદ્ધ જે કંઈ મન, વચન અને કાયા વડે દિવસ સંબંધી અતિચાર કર્યો હોય, અથવા જ્ઞાન, દર્શન, ચારિત્ર, શ્રુત, સામયિક, ત્રણ ગુપ્તિ, ચાર અકષાય, પાંચ મહાવ્રત, છજીવનિકાયોની રક્ષા, સાતપિડેષણા, આઠપ્રવચનમાતા, નવ બ્રહ્મચર્યગુપ્તિ અને દસ શ્રમણધર્મ – આ બધાની વિરાધના કરી હોય તો તે બધી મિથ્યા થાઓ. ગમનાગમનથી પ્રાણ, બીજ, હરિત, અપકાય અને પૃથ્વીકાય વગેરે એકેન્દ્રિય તથા દીન્દ્રિય આદિ જીવોને કોઈપણ પ્રકારનું કષ્ટ પહોંચાડ્યું હોય તે મિથ્યા થાઓ. સુતાં, શરીરને સંકુચિત કરતાં અથવા ફેલાવતાં જીવોને જે કષ્ટ પહોંચાડ્યું હોય તે મિથ્યા થાઓ. ગોચરી માટે જતી વેળાએ જીવોની જે વિરાધના થઈ હોય તે મિથ્યા થાઓ. સ્વાધ્યાય વગેરે ન કરવાથી જે દોષ થયો હોય તે મિથ્યા થાઓ.” પછી પાંચ ક્રિયા, પાંચ કામ-ગુણ વગેરેથી નિવૃત્ત થવાની ઈચ્છા, ચતુર્દશ જીવસમૂહ, સત્તર અસંયમ, અઢાર અબ્રહ્મચર્ય, વીસ અસમાધિસ્થાન તથા એકવીસ શબલ વગેરેથી નિવૃત્ત થવાની ભાવનાનું વર્ણન છે. “અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા વગેરેની આશાતનાપૂર્વક જો હિન અક્ષરોનું ઉચ્ચારણ કરીને, અતિ અક્ષરોનું ઉચ્ચારણ કરીને અથવા પદહીન અક્ષરોનું ઉચ્ચારણ કરીને સ્વાધ્યાયમાં પ્રમાદ કર્યો. હોય તો તે મિથ્યા થાઓ. તે ધર્મમાં હું શ્રદ્ધા કરું છું, તે ધર્મની આરાધના માટે ઉધત છું, અસંયમનો ત્યાગ કરું છું, સંયમ પામું છું, મિથ્યાત્વનો ત્યાગ કરું છું, સમ્યક્તને પામું છું, સમસ્ત દેવસિક અતિચારોથી નિવૃત્ત થાઉં છું, માયા અને મૃષા છોડીને હું અઢી દ્વીપસમુદ્રોની પંદર કર્મભૂમિઓમાં જેટલા મહાવ્રતધારી સાધુઓ છે તે બધાને મસ્તક નમાવીને વંદન કરું છું.” કાયોત્સર્ગ :
કાયોત્સર્ગ અર્થાત્ ધ્યાન માટે શરીરની નિશ્ચલતા. “હું કાયોત્સર્ગમાં સ્થિત રહેવા ઈચ્છું છું. સૂત્ર, માર્ગ અને આચારનું ઉલ્લંઘન કરી મન, વચન અને કાયા વડે મેં જે કંઈ જ્ઞાન, દર્શન, ચારિત્ર, શ્રુત, સામાયિક વગેરેની વિરાધના કરી હોય તે મિથ્યા થાઓ. સમસ્ત લોકમાં અરિહંત ચૈત્યોના વંદન, પૂજન, સત્કાર, સમ્માન, બોધિલાભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org