________________
૧૩૮
અંગબાહ્ય આગમો કેશી – મહાવીરે અચેલ ધર્મનો ઉપદેશ આપ્યો છે અને પાર્શ્વનાથે સચેલનો, આ મતભેદનું શું કારણ છે ?
ગૌતમપોતાના જ્ઞાન વડે જાણીને જ તીર્થકરોએ ધર્મના સાધનો – ઉપકરણોનો ઉપદેશ આપ્યો છે. બાહ્ય ચિહ્નો માત્ર વ્યવહાર નથી મોક્ષનાં સાધનો છે, નિશ્ચય નથી તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ વાસ્તવિક સાધનો છે. - કેશી – આ લોકમાં ઘણા જીવો કર્મરૂપી જાળમાં બદ્ધ જોવા મળે છે, છતાં આપ બંધનોને છેદી હળવા બની કેવી રીતે વિહાર કરી રહ્યા છો ?
ગૌતમ – હું યોગ્ય ઉપાયો દ્વારા બંધનોનો નાશ કરી હળવો બની વિહાર કરું
કેશી – શારીરિક અને માનસિક દુઃખોથી પીડિત પ્રાણીઓ માટે સુખકર અને બાધારહિત સ્થાન કયું છે?
ગૌતમ – આ સ્થાન ધ્રુવ છે, લોકના અગ્રભાગમાં સ્થિત છે, ત્યાં પહોંચવું અત્યંત મુશ્કેલ છે; જરા, મૃત્યુ, વ્યાધિ અને વેદનાનો ત્યાં ભય નથી. માત્ર મહર્ષિઓ ત્યાં પહોંચી શકે છે (૧-૮૯). પ્રવચન-માતા:
પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓને આઠ પ્રવચનમાતા કહેવામાં આવેલ છે. ઈર્યા, ભાષા, એષણા, આદાનભાંડનિક્ષેપણ અને ઉચ્ચારાદિપ્રતિષ્ઠાપન – આ પાંચ સમિતિઓ છે. મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુર્તિ – આ ત્રણ ગુપ્તિઓ છે (૧૩). યજ્ઞીય :
એકવાર બ્રાહ્મણકુલોત્પન્ન જયઘોષ નામક મુનિ વિહાર કરતા કરતા બનારસના એક ઉદ્યાનમાં આવી ઉતર્યા. તે સમયે ત્યાં વિજયઘોષ નામક બ્રાહ્મણ યજ્ઞ કરી રહ્યો હતો. જયઘોષ વિજયઘોષની યજ્ઞશાળામાં ભિક્ષા માટે આવી ઊભા. વિજયઘોષે ભિક્ષુને જોઈને કહ્યું – હે ભિક્ષુ ! હું તને ભિક્ષા આપીશ નહીં, તું બીજે જઈ ભિક્ષા માગ. આ ભોજન વેદોના પારંગત, યજ્ઞાર્થી, જયોતિષશાસ્ત્ર સહિત છ અંગોના જ્ઞાતા તથા પોતાને અને બીજાઓને પાર ઉતારવામાં સમર્થ એવા માત્ર બ્રાહ્મણોને માટે જ સુરક્ષિત છે.
વેદો અને યજ્ઞોના વાસ્તવિક સ્વરૂપનું પ્રતિપાદન કરતાં જયઘોષે કહ્યું – વેદોનું મુખ અગ્નિહોત્ર છે, યજ્ઞોનું મુખ યજ્ઞાર્થી છે, નક્ષત્રોનું મુખ ચંદ્રમા છે, ધર્મનું મુખ કાશ્યપ (ઋષભદેવ) છે. આ લોકમાં જે અગ્નિની માફક પૂજ્ય છે, તેને કુશળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org