________________
ઉત્તરાધ્યયન
૧૩૭ તું તેના પ્રત્યે આસક્તિભાવ પ્રદર્શિત કરીશ તો વાયુના તરંગથી આમ-તેમ ડોલતા તૃણની માફક અસ્થિર ચિત્તનો બની જઈશ.
રાજીમતીના વચનો સાંભળી જેવી રીતે હાથી અંકુશ વડે વશ થઈ જાય છે તેવી જ રીતે રથનેમિ પણ ધર્મમાં સ્થિર બની ગયા. પછી બંનેએ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સમસ્ત કર્મોનો ક્ષય કરી સિદ્ધિગતિ પ્રાપ્ત કરી (૧-૪૮). કેશિ-ગૌતમય :
એક વાર પાર્શ્વનાથના શિષ્ય, વિદ્યા અને ચારિત્રમાં પારગામી કેશીકુમાર શ્રમણ પોતાના શિષ્ય-પરિવાર સાથે પ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા શ્રાવસ્તી નગરીના તિંદુક નામે ઉદ્યાનમાં પધાર્યા. તે સમયે ભગવાન વર્ધમાનના શિષ્ય, દ્વાદશાંગવેત્તા ગૌતમ પણ પોતાના શિષ્ય-પરિવાર સહિત વિહાર કરતા કરતા શ્રાવસ્તી નગરીમાં આવ્યા અને કોઇક નામના ચૈત્યમાં ઉતર્યા. બંનેના શિષ્ય સમુદાયના મનમાં વિચાર આવ્યો – પાર્શ્વનાથે ચાતુર્યામનો ઉપદેશ આપ્યો છે અને મહાવીરે પાંચ મહાવ્રતોનો, આ તફાવતનું કારણ શું હોઈ શકે ? મહાવીરે અચેલ ધર્મનું પ્રરૂપણ કર્યું છે અને પાર્શ્વનાથે ચેલનું, તેનું શું કારણ હોઈ શકે?
પોતાના શિષ્યોની શંકાનું સમાધાન કરવા માટે ગૌતમ પોતાના શિષ્યોની સાથે કેશીને મળવા સિંદુક ઉદ્યાનમાં આવ્યા. કેશીએ તેમનું સ્વાગત કરતાં તેમને પ્રાસુક પરાળ, કુશ અને તૃણના આસન ઉપર બેસાડ્યા. તે સમયે ત્યાં અનેક ધર્માનુયાયીઓ તથા ગૃહસ્થો વગેરે પણ ઉપસ્થિત હતા. બંને વચ્ચે પ્રશ્નોત્તર શરૂ થયો –
કેશી – પાર્શ્વનાથે ચાતુર્યામનો ઉપદેશ આપ્યો છે અને મહાવીરે પાંચ વ્રતોનો. એક જ ઉદ્દેશ્યની સિદ્ધિને માટે પ્રયત્નશીલ બે તીર્થકરોના આવા મતભેદનું શું કારણ છે ? શું આપના મનમાં આ સંબંધે સંશય ઉત્પન્ન થતો નથી ?
ગૌતમ – પ્રથમ તીર્થંકરના સમયમાં મનુષ્યો સરળ હોવા છતાં પણ જડ હતા, અંતિમ તીર્થકરના સમયમાં વક્ર અને જડ હતા તથા મધ્યવર્તી તીર્થકરોના સમયમાં સરળ અને બુદ્ધિમાન હતા. એટલા માટે ધર્મનું પણ બે પ્રકારે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પ્રથમ તીર્થકરના અનુયાયીઓ માટે ધર્મની સમજણ મુશ્કેલ છે, અંતિમ તીર્થકરના અનુયાયીઓ માટે ધર્મનું પાલન કઠણ છે અને મધ્યવર્તી તીર્થકરોના અનુયાયીઓ માટે ધર્મનું સમજવું અને પાલન કરવું બંને સરળ છે. એટલે વિચિત્ર પ્રજ્ઞાવાળા શિષ્યોને માટે ધર્મની વિવિધતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org