________________
ઉત્તરાધ્યયન
૧૩૫ રથનેમીય ?
સોરિયપુર માં વસુદેવ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને રોહિણી અને દેવકી નામની બે સ્ત્રીઓ હતી. રોહિણીએ રામ (બલભદ્ર) અને દેવકીએ કેશવ (કૃષ્ણ)ને જન્મ આપ્યો. તે જ નગરમાં સમુદ્રવિજય નામનો એક રાજા રહેતો હતો. તેની ભાર્યા શિવાએ ગૌતમ ગોત્રીય અરિષ્ટનેમિને જન્મ આપ્યો હતો. કૃષ્ણ અરિષ્ટનેમિની સાથે વિવાહ કરવા માટે રાજીમતીની માગણી કરી. રાજમતીના પિતાએ કૃષ્ણને કહેવડાવ્યું કે જો અરિષ્ટનેમિ વિવાહ માટે તેમના ઘરે આવવા તૈયાર હોય તો તે તેને પોતાની કન્યા આપશે.
અરિષ્ટનેમિને બધા પ્રકારની ઔષધિઓ દ્વારા સ્નાન કરાવવામાં આવ્યું, કૌતુકમંગલ કરાવવામાં આવ્યાં, દિવ્ય વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં, આભરણોથી વિભૂષિત કરવામાં આવ્યા અને ત્યારપછી મદોન્મત્ત ગંધહસ્તી પર આરૂઢ થઈ, દશાર્ણ રાજાઓ સાથે ચતુરંગિણી સેનાથી સજ્જ થઈ તેઓ વિવાહ માટે ચાલ્યા.
પોતાના ભાવી શ્વસુરના ઘરે જતાં રસ્તામાં તેમણે વાડા અને પાંજરામાં બાંધેલાં મૃત્યુભયથી પીડિત ઘણાંબધાં પશુપક્ષીઓને વળવળતાં જોય સૌરથીને પૂછતાં જાણવામાં આવ્યું કે તે બધાને મારી જાનૈયાઓને માટે ભોજન તૈયાર કરવામાં આવનાર છે. આ સાંભળી અરિષ્ટનેમિને વૈરાગ્ય થઈ આવ્યો. તેમણે પોતાના કુંડળ, કટિસૂત્ર વગેરે આભરણો ઉતારી સારથીને સોંપી દીધાં અને તેઓ પાછા ફરી ગયા.
નેમિનાથ પાલખીમાં સવાર થઈ દ્વારકા નગરીથી પ્રસ્થાન કરી દેવતકર પર્વત પર પહોંચ્યા અને ત્યાં પંચમુષ્ટિ કેશલોચ કરીને દીક્ષા ગ્રહણ કરી.
આ બાજુ રાજકન્યા રામેતીએ નેમિનાથની દીક્ષાનો વૃત્તાંત સાંભળ્યો તો તે શોકથી મૂર્ણિત થઈ પડી ગઈ અને વિચાર કરવા લાગી – મારા જીવનને ધિક્કાર છે કે તેઓ મને છોડી ચાલ્યા ગયા. હવે મારા માટે પ્રવ્રયા ધારણ કરવી એ જ યોગ્ય છે. આમ વિચારી તેણે ભ્રમર જેવા કાળા અને ઓળેલા પોતાના કોમળ કેશનો લોચ કરી રૈવતક પર્વત પર પહોંચી આર્થિકા રૂપે દીક્ષા ગ્રહણ કરી.
એકવાર વર્ષાને કારણે રાજીમતીનાં બધાં વસ્ત્રો ભીંજાઈ ગયાં. અંધારું થઈ જવાને કારણે તે એક ગુફામાં ઊભી રહી ગઈ. જ્યારે તે પોતાનાં વસ્ત્રો ઉતારીને
૧. સૂર્યપુર વટેશ્વર (જિલ્લો આગરા)ની પાસે. સૂર્યપુરની રાજધાનીનું નામ કુશાર્ત હતું. ૨. તેને ઉર્જયન્ત અથવા ગિરિનાર (ગિરિનગર) નામે પણ ઓળખાવવામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org