________________
૧૩૪
અંગબાહ્ય આગમો રાજા – હે આર્ય ! કૃપા કરી કહો કે ભોગ-વિલાસ સેવન કરવા યોગ્ય આ તરુણ અવસ્થામાં આપે શા માટે શ્રમણત્વની દીક્ષા ગ્રહણ કરી ?
મુનિ – મહારાજ ! હું અનાથ છું, મારો કોઈ નાથ નથી, આજ સુધી મને કોઈ કૃપાળુ મિત્ર મળ્યો નથી.
રાજા (હસીને) – શું આપ જેવા ઋષિસમાન પુરુષનો હું નાથ નથી ? જો આપનો કોઈ નાથ ન હોય તો આજથી હું આપનો નાથ બનું છું. મિત્ર તથા સ્વજનોથી ઘેરાઈને આપ યથેચ્છ ભોગોનો ઉપભોગ કરો.
મુનિ – હે મગધાધિપતિ ! તું પોતે જ અનાથ છે, પછી બીજાનો નાથ કેવી રીતે થઈ શકે ? - રાજા – હાથી, ઘોડા, નોકર-ચાકર, નગર અને અંતઃપુરનો હું સ્વામી છું, મારું ઐશ્વર્ય અનુપમ છે. પછી હું અનાથ કેવી રીતે હોઈ શકે? ભંતે ! આપ મિથ્યા તો કહી રહ્યા નથી ને ? | મુનિ – હે પાર્થિવ ! તું અનાથ કે સનાથના રહસ્યને સમજી શક્યો નથી, એટલા માટે આ રીતે વાત કરી રહ્યો છે.
આ પછી મુનિએ પોતાના જીવનનો આઘોપાંત વૃત્તાંત રાજાને કહ્યો અને તેને નિગ્રંથધર્મનો ઉપદેશ આપ્યો. મુનિનો ઉપદેશ સાંભળી રાજા શ્રેણિક પોતાના પરિવારસહિત નિગ્રંથધર્મનો ઉપાસક બની ગયો (૧-૬૦).૧ સમુદ્રપાલીય :
ચંપા નગરીમાં પાલિત નામનો એક વ્યાપારી રહેતો હતો. તે મહાવીરનો શિષ્ય હતો. એકવાર પાલિત વેપાર કરતો કરતો વહાણ માર્ગે પિહુંડ નામે નગરમાં આવ્યો. ત્યાં કોઈ વણિકે પોતાની પુત્રી સાથે તેનો વિવાહ કર્યો. વહાણ દ્વારા ઘરે પાછા ફરતાં પાલિતને એક પુત્ર ઉત્પન્ન થયો, જેનું નામ સમુદ્રશાલિત રાખવામાં આવ્યું. મોટો થતાં સમુદ્ર પાલિતે ૭૨ કળાઓનું શિક્ષણ મેળવ્યું. તેનો વિવાહ થઈ ગયો અને તે આનંદપૂર્વક કાલનિર્ગમન કરવા લાગ્યો.
એક દિવસ સમુદ્રપાલિત પોતાના મહેલના ઝરૂખામાં બેઠો બેઠો નગરની શોભા જોઈ રહ્યો હતો, તે સમયે તેણે વધ્યસ્થાન પર લઈ જવાતા એક ચોરને જોયો. ચોરને જોઈ સમુદ્ર પાલિતના હૃદયમાં વૈરાગ્ય પેદા થયો અને માતા-પિતાની આજ્ઞાપૂર્વક તેણે અણગારવ્રત ધારણ કર્યું (૧-૨૪).
૧. સરખાવો – સુત્તનિપાતના પવજ્જાસુત્ત સાથે. ૨. ખારવેલના શિલાલેખોમાં પિયુડગ અથવા પિથુડનો ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org