________________
ઉત્તરાધ્યયન
૧૩૩
વસ્તુઓ બહાર કાઢી લે છે અને અસાર વસ્તુઓને છોડી દે છે, તે જ રીતે જરા અને મરણ વડે વ્યાપ્ત આ લોક પ્રજ્વલિત હોવાથી આપની આજ્ઞાપૂર્વક હું પોતાના આત્માનો ઉદ્ધાર કરવા ઈચ્છું છું.
માતા-પિતા – હે પુત્ર ! શ્રમણધર્મનું પાલન અત્યંત દુષ્કર છે. ભિક્ષુએ હજારો વાતનું ધ્યાન રાખવું પડે છે. બધા પ્રાણીઓ પર સમભાવ રાખવો પડે છે, શત્રુ-મિત્ર પર સમાન દૃષ્ટિ રાખવી પડે છે અને જીવનપર્યંત પ્રાણાતિપાત-વિરમણ વગેરે વ્રતોનું પાલન કરવાનું હોય છે. હે પુત્ર ! તું અત્યંત કોમળ છે, ભોગવિલાસમાં ડૂબેલો છે, એટલા માટે તું શ્રમણધર્મનું પાલન કરવા માટે શક્તિમાન નથી. લોઢાનો ભાર વહન કરવાની માફક સંયમનો ભાર વહન કરવાનું દુષ્કર છે. જેવી રીતે ગંગાનો પ્રવાહ દુસ્તર છે અથવા સાગરને બે હાથ વડે તરી પા૨ કરી શકાતો નથી, તેવી જ રીતે સંયમ ધારણ કરવો મુશ્કેલ છે. જેવી રીતે રેતીનું ભક્ષણ કરવું, તલવારની ધાર પર ચાલવું, સાપનું એકાંતદૃષ્ટિએ સીધા ચાલવું અને લોઢાના ચણા ચાવવા મહા કઠિન છે, તેવી જ રીતે સંયમનું પાલન કરવું પણ મહા દુષ્કર છે.
મૃગાપુત્ર – હે માતા-પિતા ! આપે જે કહ્યું તે ઠીક છે, પરંતુ નિસ્પૃહીને માટે આ લોકમાં કંઈપણ દુષ્કર નથી.
માતા-પિતા — જો તું માનતો નથી તો ખુશીથી દીક્ષા ગ્રહણ કર, પરંતુ યાદ રાખજે કે ચારિત્રપાલનમાં સંકટ આવી પડતાં નિરુપાય બની જઈશ.
મૃગાપુત્ર આપ જે કહો છો તે ઠીક છે પરંતુ બતાવો કે પશુ-પક્ષીઓને જંગલમાં કયો સહારો છે ? જંગલના મૃગને કષ્ટ પડતાં કોણ ઔષધિ આપે છે ? કોણ તેમનું કુશળક્ષેમ પૂછે છે ? અને કોણ તેમને ભોજન-પાણી આપે છે ? એ જ રીતે ભિક્ષુ પણ મૃગની જેમ અનેક સ્થાનોમાં વિચરણ કરે છે અને ભિક્ષા મળે કે ન મળે પણ તે દાતાની પ્રશંસા કે નિંદા કરતો નથી. એટલા માટે હું પણ જંગલના મૃગની માફક વિચરણ કરીશ.
માતા-પિતાની અનુજ્ઞા પ્રાપ્ત થતાં મૃગાપુત્રે સંયમ ગ્રહણ કર્યો અને અંતમાં સિદ્ધિ ગતિ પ્રાપ્ત કરી (૧-૯૮). મહાનિગ્રંથીય :
એકવાર મગધનો રાજા શ્રેણિક ફરતો ફરતો મંડિકુક્ષિ નામે ચૈત્યમાં પહોંચ્યો. ત્યાં તેણે વૃક્ષ નીચે બેઠેલા એક મુનિને જોયા. તેમનું રૂપ જોઈને રાજા અત્યંત વિસ્મીત થયો અને તેમનાં રૂપ, વર્ણ, સૌમ્યભાવ, ક્ષમા વગેરેની ફરી ફરી પ્રશંસા કરવા લાગ્યો. તેમને નમસ્કાર કરી અને તેમની પ્રદક્ષિણા કરી રાજા પ્રશ્ન કરવા લાગ્યો –
અં.આ. - ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org