________________
ઉત્તરાધ્યયન
ભિક્ષુ :
ઉત્તમ ભિક્ષુનાં લક્ષણો આ પ્રમાણે છે :– છિન્ન (ઉંદર વગેરે દ્વારા વસ્ત્રના છેદનનું જ્ઞાન), સ્વર (પક્ષીઓના સ્વરનું જ્ઞાન), ભૌમ (ભૂકંપ વગેરેનું જ્ઞાન), અંતરિક્ષ (ગંધર્વનગર વગેરેનું જ્ઞાન), સ્વપ્ર (સ્વપ્રશાસ્ત્ર), લક્ષણ (લક્ષણશાસ્ત્ર), દંડ (દંડલક્ષણ), વાસ્તુવિદ્યા, અંગવિકાર (આંખ વગેરેનું ફરકવું) વગેરે વડે પોતાની જીવિકા મેળવે નહિ (૭). મંત્ર, જડીબુટ્ટી વગેરે ઉપચારોનો ઉપયોગ કરવો તથા વમન, વિરેચન અને ધૂપ દેવો, અંજન બનાવવું, સ્નાન કરાવવું વગેરે ક્રિયાઓ કરવી જોઈએ નહિ (૮). ક્ષત્રિય, ગણ, ઉગ્ર, રાજપુત્ર, બ્રાહ્મણ, ભોગિક અને શિલ્પીઓની પૂજા-પ્રશંસા ન કરવી જોઈએ (૯).
બ્રહ્મચર્ય-સમાધિ :
બ્રહ્મચર્ય-સમાધિના દસ સ્થાનો આ પ્રમાણે છે – સ્ત્રી, પશુ અને નપુંસક સાથે શયન-આસનનું સેવન ન કરવું, સ્રીકથા ન કરવી, સ્ત્રીઓ સાથે એક આસન ૫૨ ન બેસવું, સ્ત્રીઓને જોઈને તેમનું ચિંતન ન કરવું, પરદા અથવા દિવાલની પાછળથી તેમનાં રુદન, ગાયન તથા આનંદ, વિલાપ વગેરે સૂચક શબ્દો ન સાંભળવા, ગૃહસ્થાશ્રમમાં ભોગવેલા ભોગોનું સ્મરણ ન કરવું, પુષ્ટિકારક આહારનું સેવન ન કરવું, માત્રાથી અધિક ભોજન-પાન ગ્રહણ ન કરવાં, શૃંગાર ન કરવો, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ વગેરે ઈન્દ્રિયોના વિષયમાં આસક્ત ન બનવું (૧-૧૦). પાપશ્રમણીય :
૧૩૧
જે નિદ્રાશીલ ભિક્ષુ ખૂબ ભોજન કરી ઘણીવાર સુધી સૂતો રહે છે તે પાપશ્રમણ કહેવાય છે (૩). જે આચાર્ય, ઉપાધ્યાય વગેરે પાસેથી શ્રુત અને વિનય પ્રાપ્ત કર્યા પછી તેમની નિંદા કરે છે તે પાપશ્રમણ છે (૪).
સંયતીય :
કાંપિલ્ય નગરમાં બલ અને વાહન વડે સંપન્ન સંજય નામનો એક રાજા રહેતો હતો. તે એક વાર કેશર નામના ઉદ્યાનમાં શિકાર કરવા ગયો. તે સમયે ત્યાં સ્વાધ્યાય અને ધ્યાનમાં સંલગ્ન એવા એક તપસ્વી બેઠા હતા. રાજાની દૃષ્ટિ તપસ્વી પર પડી. રાજાને લાગ્યું કે તેનું બાણ મુનિરાજને વાગી ગયું છે. તે જલદી ઘોડા પરથી ઉતરી તેમની પાસે પહોંચી ક્ષમા માગવા લાગ્યો. પરંતુ ધ્યાનમાં સંલગ્ન હોવાને કારણે તેમણે કોઈ ઉત્તર આપ્યો નહિ. મુનિ મહારાજનો ઉત્તર ન મળતાં પોતાનો પરિચય આપતાં રાજાએ કહ્યું –
૧. દીર્ઘનિકાય (૧, પૃ. ૯)માં અંગ, નિમિત્ત, ઉપ્પાદ, સુપિન, લક્ષ્મણ અને મૂસિકછિન્નનો ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org