________________
૧૩)
અંગબાહ્ય આગમો પિતા – પુત્રો ! સમ્યક્ત પ્રાપ્ત કરીને આપણે બધા કેટલાક દિવસો સુધી સાથે રહ્યા પછી ઘેર ઘેર ભિક્ષા ગ્રહણ કરતા કરતા મુનિવ્રત ધારણ કરીશું,
પુત્રો – જેમની મૃત્યુ સાથે મિત્રતા છે અથવા જે મૃત્યુનો નાશ કરે છે અને જેને એવો વિશ્વાસ છે કે તે મરનાર નથી, તે જ આવતી કાલનો વિશ્વાસ કરી શકે છે.
પોતાના પુત્રોનાં વચનો સાંભળી પુરોહિતનું હૃદયપરિવર્તન થઈ ગયું અને પોતાની પત્નીને બોલાવી તે કહેવા લાગ્યો –
હે વાશિષ્ઠ ! પુત્રો વિના હું આ ગૃહસ્થ જીવનમાં રહેવા ઈચ્છતો નથી, હવે મારો ભિક્ષુધર્મ ગ્રહણ કરવાનો સમય આવી પહોંચ્યો છે. જેવી રીતે શાખાઓને કારણે વૃક્ષ સુંદર લાગે છે, શાખાઓ વિના માત્ર ઠુંઠું બાકી રહે છે, એ જ રીતે પુત્રો વિના મારું ગૃહસ્થ જીવન શોભનીય જણાતું નથી.
પત્ની-સૌભાગ્યથી આપણને સરસ અને સુંદર કામ-ભોગો પ્રાપ્ત થયા છે, એટલા માટે તેમનું યથેચ્છ સેવન કર્યા પછી જ આપણે બંને સંયમમાર્ગ ગ્રહણ કરીશું. જેવી રીતે કોઈ ઘરડો હંસ પ્રવાહની વિરુદ્ધ જવાને કારણે કષ્ટ પામે છે, તેવી જ રીતે તમે પ્રવ્રયા ગ્રહણ કર્યા પછી પોતાના સ્નેહીજનોને યાદ કરી કરીને દુઃખ પામશો. આથી ગૃહસ્થાશ્રમમાં રહીને મારી સાથે ભોગોનું સેવન કરો. ભિક્ષાચર્યાનો માર્ગ અત્યંત દુર્લભ
છે.
પતિ- હે ભદ્ર! જેવી રીતે સાપ કાંચળીનો પરિત્યાગ કરી ચાલ્યો જાય છે, તેવી જ રીતે આ મારા બંને પુત્રો ભોગો છોડીને જઈ રહ્યા છે, હું કેમ તેમનું અનુસરણ ન કરું?
પોતાના પતિના માર્મિક વચનો સાંભળી બ્રાહ્મણીનું હૃદય પણ પરિવર્તિત થઈ ગયું.
આ રીતે પુરોહિતને પોતાની પત્ની અને બંને પુત્રો સહિત સંસારનો ત્યાગ કરતો જોઈને, જયારે રાજા ઈષકારે પુરોહિતનું બધું ધનધાન્ય લઈ લીધું ત્યારે રાણી રાજાને કહેવા લાગી - હે રાજન ! જે કોઈના વમન કરેલા ભોજનને ગ્રહણ કરે છે તેને કોઈ સારો કહેતું નથી. તું બ્રાહ્મણ દ્વારા ત્યાગ કરાયેલા ધનને ગ્રહણ કરવા ઈચ્છે છે, તે ઉચિત નથી. હે રાજન! જો તને આખા જગતનું ધન પણ આપી દેવામાં આવે તો પણ તે તારા માટે પર્યાપ્ત નહિ થાય, તેનાથી તારી રક્ષા નહિ થઈ શકે. હે રાજન! કામ-ભોગોનો ત્યાગ કરી જયારે તું મૃત્યુને પ્રાપ્ત થઈશ તે સમયે ધર્મ જ તારી સાથે ચાલશે.
અંતમાં રાજા ઇષકાર અને તેની રાણીએ પણ સંસારના વિષયભોગોનો ત્યાગ કરી દુ:ખોનો નાશ કર્યો (૧-પર). ૧. ૧૨, ૨૬, ૪૪, ૪૮ ગાથાઓ સાથે હત્યિપાલ જાતકની ૪, ૧૫, ૧૭, ૨૦ ગાથાઓની
તુલના કરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org