________________
ઉત્તરાધ્યયન
૧૨૯ પરંતુ જ્યારે ચિત્ત મુનિના ઉપદેશની બ્રહ્મદત્તના મન પર કોઈ અસર ન થઈ ત્યારે તે ત્યાંથી ચાલ્યા ગયા (૩૩). ઈષકારીય :
ઇષકાર નગરમાં કોઈ પુરોહિત બ્રાહ્મણના બે કુમારો હતા. તેમને પોતાના પૂર્વભવનું સ્મરણ થયું કે તેમણે પૂર્વજન્મમાં તપ અને સંયમનું પાલન કર્યું છે. ભોગોમાં આસક્ત ન થતાં, મોક્ષના અભિલાષી અને શ્રદ્ધાશીલ તેવા બંને પોતાના પિતા પાસે જઈ કહેવા લાગ્યા –
આ જીવન ક્ષણભંગુર છે, વ્યાધિથી યુક્ત છે, અલ્પ આયુષ્યવાળું છે, એટલા માટે અમે મુનિવ્રત ધારણ કરવા ઈચ્છીએ છીએ. પિતાએ પોતાના પુત્રોને ઉપદેશ આપતાં કહ્યું –
વેદવેત્તાઓનું કથન છે કે પુત્રરહિત પુરુષને ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી નથી. એટલા માટે હે પુત્રો ! વેદોનું અધ્યયન કરીને, બ્રાહ્મણોને સંતુષ્ટ કરીને, પોતાના પુત્રોને ઘરનો ભાર સોંપીને અને સ્ત્રીઓ સાથે ભોગોનું સેવન કરીને પછી મુનિવ્રત ધારણ કરજો.
પુત્રો – પિતાજી! વેદોના અધ્યયનથી જીવોને શરણ મળતું નથી અને બ્રાહ્મણોને ભોજન કરાવવાથી નરકની જ પ્રાપ્તિ થાય છે, પુત્રો પણ રક્ષા કરી શકતા નથી; પછી આપની વાતનો કોણ સ્વીકાર કરે? કામ-ભોગો ક્ષણમાત્ર માટે સુખ આપે છે, તેમનાથી મોટા ભાગે દુઃખની જ પ્રાપ્તિ થાય છે, મુક્તિ મળતી નથી.
પિતા – જેવી રીતે અરણિમાંથી અગ્નિ, દૂધમાંથી ઘી અને તલમાંથી તેલ પેદા થાય છે તેવી જ રીતે શરીરમાં જીવની ઉત્પત્તિ થાય છે અને શરીરનો નાશ થતાં તેનો નાશ થઈ જાય છે.
પુત્રો – આત્મા અમૂર્ત હોવાને કારણે તે ઈન્દ્રિયગ્રાહ્ય નથી. અમૂર્ત હોવાને કારણે તે નિત્ય છે. અમૂર્ત હોવા છતાં પણ મિથ્યાત્વ વગેરેને કારણે આત્મા બંધનમાં બદ્ધ છે, આ જ સંસારનું કારણ છે. - પિતા – આ લોક કોનાથી પીડિત છે? કોનાથી વ્યાપ્ત છે? કયા તીણ શસ્ત્રોનો પ્રહાર તેના પર થઈ રહ્યો છે? આ જાણવા માટે હું ચિંતિત છું.
પુત્રો – પિતાજી ! આ લોક મૃત્યુથી પીડિત છે, જરાથી વ્યાપ્ત છે અને રાત્રિઓ પોતાના અમોઘ પ્રહાર વડે તેને ક્ષીણ કરી રહી છે. જે રાત્રિ વીતી જાય છે તે ફરી પાછી આવતી નથી. આવી હાલતમાં અધર્મનું આચરણ કરનાર વ્યક્તિની રાત્રિઓ નિષ્ફળ જાય છે. ૧. ચિત્તસંભૂત જાતક સાથે સરખાવો; ખાસ કરીને ઉત્તરાધ્યયનની ૧૦, ૩૦ વગેરે ગાથાઓ ઉક્ત જાતકની ૧, ૨, ૩, ૨૨ વગેરે ગાથાઓ સાથે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org