________________
ઉત્તરાધ્યયન
૧૨૭ હરિકેશ – ખેડૂત લોકો ઊંચી કે નીચી જમીનમાં આશા રાખીને બીજ વાવે છે. એ જ શ્રદ્ધાથી તમે પણ મને ભોજન આપો અને પુણ્ય સમજીને આ ક્ષેત્રની આરાધના કરો.
બ્રાહ્મણો – અમે લોકો જાણીએ છીએ કે કયું ક્ષેત્ર પુણ્યક્ષેત્ર છે અને ક્યાં દાન દેવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. જાતિ અને વિદ્યાથી સંપન્ન બ્રાહ્મણ જ ઉત્તમ ક્ષેત્ર
હરિકેશ – ક્રોધ, માન, વધ, મૃષા, અદત્તાદાન અને પરિગ્રહ સંપન્ન તથા જાતિ અને વિદ્યાવિહીન બ્રાહ્મણોને પાપનું જ ક્ષેત્ર સમજવું જોઈએ. અરે તમે લોકો વેદો ભણીને પણ તેમનો અર્થ સમજી શક્યા નહિ, એટલે તમે વેદવાણીનો માત્ર ભાર જ ઊચક્યો છે. જે મુનિ ઉચ્ચ અને નીચ કુળોમાં ભિક્ષા ગ્રહણ કરે છે તેઓ જ સુક્ષેત્ર છે.
બ્રાહ્મણો – અમારા અધ્યાપકોની વિરુદ્ધ બોલનાર તું અમારી સામે શું બકબક કરી રહ્યો છે? ભલેને આ ભોજન નાશ પામે પરંતુ તે નિગ્રંથ ! આમાંથી તને અમે રતીભાર પણ આપીશું નહિ.
હરિકેશ – પાંચ સમિતિઓ અને ત્રણ ગુક્તિઓથી સંપન્ન મને જો તમે આ આહાર નહિ આપો તો પછી આ યજ્ઞોનો શો લાભ ?
આ સાંભળી તે બ્રાહ્મણો ઘાંટા પાડી કહેવા લાગ્યા – અરે ! અહીં કોઈ ક્ષત્રિય, યજમાન કે અધ્યાપક છે કે નહિ કે જે આ શ્રમણને દંડાથી સીધો કરી તેની ગરદન પકડી બહાર કાઢે ?
પોતાના અધ્યાપકોના આ વચનો સાંભળી ઘણા બધા છાત્રો દોડી આવ્યા અને દંડા, છડીઓ તથા ચાબુક વગેરેથી શ્રમણને મારવા-પીટવા લાગ્યા.
કોશલ દેશની રાજકુમારી ભદ્રાએ ઉપસ્થિત થઈ હરિકેશની રક્ષા કરી. તેના પતિ રુદ્રદેવ બ્રાહ્મણે ઋષિ પાસે પહોંચી તેમની ક્ષમા માંગી. ત્યારપછી બ્રાહ્મણોએ હરિકેશને આહાર આપ્યો. હરિકેશે તેમને ઉપદેશ દ્વારા લાભાન્વિત કર્યા –
હે બ્રાહ્મણો ! યજ્ઞ-યાગ કરતા તમે જળ દ્વારા શુદ્ધિની કેમ કામના કરો છો ? બાહ્ય શુદ્ધિ વાસ્તવિક શુદ્ધિ નથી, એવું પંડિતોએ કહ્યું છે. કુશ, યૂપ (જેમાં યજ્ઞીય પશુને બાંધવામાં આવે છે તે કાષ્ઠતંભ), તણ, કાઇ, અગ્નિ તથા સવાર-સાંજ જળનો સ્પર્શ કરીને તમે પ્રાણીઓનો નાશ જ કરો છો. તપ જ વાસ્તવિક અગ્નિ છે, જીવ અગ્નિસ્થાન છે, યોગ કડછી છે, શરીર અગ્નિને પ્રદીપ્ત કરનાર સાધન છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org