________________
ઉત્તરાધ્યયન
૧૨૫
યુદ્ધોથી કંઈ નથી થતું. પોતાના આત્માને જીતીને જ વાસ્તવિક સુખ પ્રાપ્ત કરી શકાય
છે.
ઈન્દ્ર – હે ક્ષત્રિય ! વિપુલ યજ્ઞો રચાવીને, શ્રમણ-બ્રાહ્મણોને ભોજન કરાવીને, દાન દઈને તથા ભોગોનો ઉપભોગ કરીને પછી પ્રવ્રજ્યા ગ્રહણ કરજો.
નોમ – જે પ્રતિમાસ દસ-દસ લાખ ગાયોનું દાન કરે છે તેની અપેક્ષાએ કંઈ પણ ન આપનારો સંયમી શ્રેયસ્કર છે.
ઈન્દ્ર – હે ક્ષત્રિય ! ચાંદી, સોનું, મણિ, મુક્તા, કાંસુ, દૃષ્ય, વાહનો અને કોશમાં વૃદ્ધિ કર્યા પછી પ્રવ્રજ્યા લેજો.
નમિ – કૈલાશ પર્વત સમાન સોના-ચાંદીના અસંખ્ય પર્વતો પણ લોભી માટે પૂરતા નથી, કેમ કે ઈચ્છાઓ આકાશ જેવી અનંત હોય છે.
આ સાંભળી ઈન્દ્ર પોતાનું વાસ્તવિક રૂપ ધારણ કરી નમિ રાજર્ષિની સ્તુતિ કરવા લાગ્યો અને પછી તેમને નમસ્કાર કરી અંતર્ધાન થઈ ગયો (૧-૬૨). દ્રુમપત્રક ઃ
જેવી રીતે પીળું પડેલું વૃક્ષનું પાંદડું સમય જતાં ખરીને નીચે પડે છે, તે જ રીતે મનુષ્યજીવન પણ ક્ષણભંગુર છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ ન કરીશ (૧). જેવી રીતે કુશના અગ્રભાગ ઉપર રહેલ ઝાકળનું બિંદુ ક્ષણસ્થાયી છે, તેવી જ રીતે મનુષ્યજીવન પણ ક્ષણભંગુર છે. એટલા માટે હે ગૌતમ ! ક્ષણભર પણ પ્રમાદ ન કરીશ (૨). મનુષ્યભવ દુર્લભ છે, જે જીવોને ઘણા સમય પછી પ્રાપ્ત થાય છે. કર્મોનો વિપાક ઘોર હોય છે, એટલા માટે હે ગૌતમ ! ક્ષણભર પણ પ્રમાદ ન કરીશ (૩). જીવ પંચેન્દ્રિયોની પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે પરંતુ તેને ઉત્તમ ધર્મનું શ્રવણ દુર્લભ છે, કેમ કે કુતીર્થસેવી લોકો ઘણા છે, એટલા માટે હે ગૌતમ ! ક્ષણભર પણ પ્રમાદ ન કરીશ (૧૮). તારું શરીર જર્જરિત થઈ રહ્યું છે, વાળ પાકી ગયા છે, ઈન્દ્રિયોની શક્તિ ક્ષીણ થઈ ગઈ છે, એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કરીશ (૨૬). અરિત, ગંડ (ગડગુમડ), વિશૂચિકા વગેરે અનેક રોગોનો ભય સદા બનેલો રહે છે અને આશંકા બની રહે છે કે ક્યાંક કોઈ વ્યાધિ ઉત્પન્ન ન થઈ જાય કે મૃત્યુ ન આવી જાય, એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કરીશ (૨૭). તેં ધન અને પત્નીને છોડી અણગારવ્રત ધારણ કર્યું છે, હવે તું વમન કરેલા વિષયોને ફરી ગ્રહણ ન કરીશ. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કરીશ (૨૯). નિર્બળ ભારવાહક વિષમ માર્ગનું અનુસરણ કરતાં પશ્ચાત્તાપનો પાત્ર બને છે, એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કરીશ (૩૩).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org