________________
૧૩૬
અંગબાહ્ય આગમો
-
નીચોવી રહી હતી ત્યારે અકસ્માતે જ અરિષ્ટનેમિના ભાઈ રથમિ જે ત્યાં ધ્યાનાવસ્થામાં બેઠા હતા – તેમની નજર રાજીમતી પર પડી. રાજીમતીને વસ્રરહિત અવસ્થામાં જોઈને રથનેમિનું ચિત્ત વ્યાકુળ બની ગયું. એ જ સમયે રાજીમતીએ પણ રથનેમિને જોયા અને તેને જોતાં જ તે પણ ભયભીત બની ગઈ. તેનો દેહ ધ્રુજવા લાગ્યો અને તેણે પોતાના બંને હાથ વડે પોતાના ગુપ્ત અંગો ઢાંકી દીધાં. રાજીમતીને જોઈને રથનેમિ કહેવા લાગ્યા
-
હે ભદ્રે ! હે સુરૂપે ! હે મંજુભાષિણી ! હું ૨થનેમિ છું, તું મારાથી ડર નહીં. મારા દ્વારા તને લેશમાત્ર પણ કષ્ટ થશે નહીં. મનુષ્યભવ દુર્લભ છે, આવ આપણે બંને ભોગો ભોગવીએ. ભુક્તભોગી થયા પછી આપણે જિનમાર્ગનું સેવન કરીશું.
સંયમમાં કાયર બનેલા રથનેમિની આ દશા જોઈને પોતાના કુલ-શીલની રક્ષા કરતી રાજીમતીએ સુસ્થિત ભાવે ઉત્તર આપ્યો – હે રથનેમિ ! જો રૂપમાં તું વૈશ્રવણ, વિલાસયુક્ત ચેષ્ટામાં નલકૂબર અથવા સાક્ષાત્ ઈન્દ્ર પણ બની જાય તો પણ હું તારી કામના કરીશ નહીં. હે કામ-ભોગના અભિલાષી ! તારા યશને ધિક્કાર છે. તું વમેલી ચીંજનો ફરી ઉપભોગ કરવા ઈચ્છે છે, તેનાથી તો મરી જવું સારું.૨ હું ભોગરાજ (ઉગ્રસેન)ના કુળમાં ઉત્પન્ન થઈ છું અને તું અંધકવૃષ્ણિના કુળમાં પેદા થયો છે. પછી આપણે પોતાના કુળમાં ગંધનસર્પ શા માટે બનીએ ? એટલા માટે તું નિશ્ચળ ભાવે સંયમનું પાલન કર. જે કોઈ પણ નારીને જોઈને જો
१. नलकुब्बरसमाणा वैश्रमणपुत्रतुल्याः । इदं च लोकरूढ्या व्याख्यातम् यतो देवानां पुत्राः न सन्ति અન્તગડ-ટીકા, પૃ. ૮૯.
૨. સરખાવો – દશવૈકાલિક (૨. ૭ વગેરે) સાથે. તથા —
धिरत्थु तं विसं वन्तं यमहं जीवितकारणा । वन्तं पच्चावमिस्सामि मतम्मे जीविता वरं ।।
વિસવંત જાતક
૩. અંધકવૃષ્ણિ સોરિયપુરમાં રાજ્ય કરતો હતો. તેને સમુદ્રવિજય, વસુદેવ વગેરે પુત્રો અને કુંતી તથા માદ્રી પુત્રીઓ હતી. સમુદ્રવિજયના બે પુત્રો હતા – અરિષ્ટનેમિ અને રથનેમિ. વસુદેવના વાસુદેવ, બલદેવ, જરાકુમાર વગેરે અનેક પુત્રો હતા. યદુકુળના વંશવૃક્ષ માટે જુઓ – જગદીશચન્દ્ર જૈન, લાઈફ ઈન એન્શિયન્ટ ઈન્ડિયા, પૃ. ૩૭૭.
૪. ગંધન સર્પ મંત્ર વગેરેથી આકૃષ્ટ થઈ પોતે કાઢેલા વિષનું પાન કરી લે છે, જયારે અગંધનસર્પ કોઈપણ હાલતમાં આમ કરતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org