________________
૧૧૯
ઉત્તરાધ્યયન છે. આ ગ્રંથના અનેક સુભાષિતો અને સંવાદો વાંચતાં પ્રાચીન બૌદ્ધ સૂત્રોની યાદ આવી જાય છે.' વિનય :
જે ગુરુની આજ્ઞાનું પાલન કરનાર હોય, ગુરુની સમીપમાં રહેતો હોય, ગુરુના ઇંગિત અને મનોભાવને જાણતો હોય તેને વિનીત કહે છે (૨), સાધુએ વિનયી હોવું જોઈએ કેમ કે વિનયથી શીલની પ્રાપ્તિ થાય છે. વિનયી સાધુને પોતાના ગચ્છ અને ગણ દ્વારા અપમાનિત થવું પડતું નથી (૭). જેવી રીતે અડિયલ ઘોડાને વારંવાર ચાબુક મારવાની જરૂર પડે છે, તેવી રીતે મુમુક્ષુને વારંવાર ગુરુના ઉપદેશની અપેક્ષા રહેવી ના જોઈએ. જેવી રીતે ઊંચી જાતનો ઘોડો ચાબુક જોતાં જ યોગ્ય માર્ગ પર ચાલવા લાગે છે, તેવી જ રીતે ગુરના આશયને સમજી મુમુક્ષુએ પાપકર્મનો ત્યાગ કરવો જોઈએ (૧૨). પોતાનાં આત્માનું દમન કરવું જોઈએ, કેમ કે આત્માને જ ખૂબ મુશ્કેલીથી વશ કરી શકાય છે. જેણે પોતાના આત્માને વશ કરી લીધો તે આ લોક અને પરલોક બંનેમાં સુખી થાય છે (૧૫), વાણી અથવા કર્મથી પ્રગટ રૂપે કે ગુપ્ત રૂપે ગુરુજનો વિરુદ્ધ કોઈપણ પ્રકારની ચેષ્ટા ન કરવી જોઈએ (૧૭). લુહારશાળાઓમાં, ઘરોમાં, બે ઘરની વચ્ચેની જગ્યામાં અને મોટા માર્ગો પર
ક્યારેય કોઈ સ્ત્રીની સાથે ઊભા ન રહેવું કે ન તો તેની સાથે વાર્તાલાપ કરવો (૨૬). ભિક્ષા સમયે સાધુએ દાતાથી બહુ દૂર નહિ કે બહુ પાસે નહિ ઊભા રહેવું જોઈએ, તેણે એવા સ્થાને ઊભા રહેવું જોઈએ જ્યાં બીજા શ્રમણો તેને જોઈ ન શકે અને જયાં બીજાઓને વટાવીને જવું ન પડે (૩૩). જો ક્યારેક આચાર્ય ગુસ્સે થઈ જાય તો તેમને પ્રેમપૂર્વક પ્રસન્ન કરવા. હાથ જોડી તેમના ક્રોધાગ્નિને શાંત કરવો અને તેમને વિશ્વાસ આપવો કે ફરી પોતે કોઈ તેવું કામ નહિ કરે (૪૧). પરીષહ :
પરીષણો જાણીને, જીતીને અને તેમનો પરાભવ કરીને, મિક્ષાટન જતી વેળાએ જો ભિક્ષુએ પરીષહોનો સામનો પણ કરવો પડે તો તે પોતાના સંયમનો
'
'
૧. જુઓ – વિન્ટરનિ, હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન લીટરેચર, ભાગ ૨, ૬, કાન, ૨. સરખાવો – સત્તા દિ માનો સાથો દિ નાથો પર સિયા | *
મત્તના રી સુરેન નાથ તપત કુલખે છે ધમ્મપદ ૧૨. ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org