________________
૧ ૧૮
અંગબાહ્ય આગમો લાયમનના મતે આ સૂત્ર ઉત્તર – પછીનું હોવાના કારણે અર્થાત્ અંગ ગ્રંથોની અપેક્ષાએ ઉત્તર કાળમાં રચાયું હોવાના કારણે ઉત્તરાધ્યયન કહેવાય છે. પરંતુ આ ગ્રંથના ટીકાગ્રંથો પરથી જાણી શકાય છે કે મહાવીરે પોતાના અંતિમ ચાતુર્માસમાં જે વણપૂક્યા ૩૬ પ્રશ્નોના ઉત્તરો આપ્યા, તેમનો આ ગ્રંથમાં સંગ્રહ હોવાથી આનું નામ ઉત્તરાધ્યયન પડ્યું.'
ભદ્રબાહુની ઉત્તરાધ્યયન-નિર્યુક્તિ (૪) અનુસાર આ ગ્રંથના ૩૬ અધ્યયનોમાંથી કેટલાંક અંગ-ગ્રંથોમાંથી લેવામાં આવ્યાં છે, કેટલાંક જિનભાષિત છે, કેટલાંક પ્રત્યેકબુદ્ધો દ્વારા પ્રરૂપિત છે અને કેટલાંક સંવાદ રૂપે કહેવાયેલાં છે. વાદિવેતાલ શાન્તિસૂરિ અનુસાર ઉત્તરાધ્યયનસૂત્રનું પરીષહ નામક બીજું અધ્યયન, દષ્ટિવાદમાંથી લેવામાં આવ્યું છે, દ્રુમપુષ્પિકા નામક દસમું અધ્યયન મહાવીરે પ્રરૂપિત કર્યું છે, કપિલીય નામક આઠમું અધ્યયન પ્રત્યેકબુદ્ધ કપિલે પ્રતિપાદિત કર્યું છે તથા કેશીગૌતમીય નામક ત્રેવીસમું અધ્યયન સંવાદરૂપે પ્રતિપાદિત કરવામાં આવ્યું છે.
ઉત્તરાધ્યયનસૂત્ર ભાષા અને વિષયની દૃષ્ટિએ પ્રાચીન હોવાની વિસ્તૃત ચર્ચા શાપેન્ટિયર, જેકોબી તથા વિન્ટનિસ્ત્ર વગેરે વિદ્વાનોએ કરી છે. આ ગ્રંથનાં અનેક સ્થાનોની તુલના બૌદ્ધોના સુત્તનિપાત, જાતક અને ધમ્મપદ વગેરે પ્રાચીન ગ્રંથો સાથે થઈ શકે છે. ઉદાહરણરૂપે, રાજા નમિને બૌદ્ધ ગ્રંથોમાં પ્રત્યેકબુદ્ધ માનીને તેની કઠોર તપસ્યાનું વર્ણન કરવામાં આવ્યું છે. હરિકેશ મુનિની કથા પ્રકારાન્તરે માતંગ જાતકમાં કહેવાઈ છે. એ જ રીતે ચિત્તસંભૂત કથાની તુલના ચિત્તસંભૂત જાતકની કથા સાથે, અને ઈષકાર કથાની તુલના હત્યિપાલ જાતકમાં વણિત કથા સાથે કરી શકાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં વર્ણવાયેલ ચાર પ્રત્યેકબુદ્ધોની કથા કુંભકાર જાતકમાં કહેવાઈ છે. મૃગાપુત્રની કથા પણ બૌદ્ધ સાહિત્યમાં આવે
१. इइ पाउकरे बुद्धे नायए परिनिव्वुए ।
છત્તી કરન્સી પવસિદ્ધી સમ્મા | ઉત્તરાધ્યયન, ૩૬. ૨૬૮. २. अंगप्पभवा जिणभासिया पत्तेयबुद्धसंवाया ।
बंधे मुक्खे य कया छत्तीसं उत्तरज्झयणा ।। ૩. ઉત્તરાધ્યયન-ટીકા, પૃ. ૫; ઉત્તરાધ્યયનના ૩૬ અધ્યયનોનાં નામો સમવાયાંગ સૂત્રમાં
ઉલ્લિખિત ઉત્તરાધ્યયનના ૩૬ અધ્યયનોના નામોથી થોડાં જુદાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org