________________
૧ ૨૨
અંગબાહ્ય આગમો અકામમરણીય : . મરણ સમયે જીવોની બે સ્થિતિ હોય છે – અકામ-મરણ અને સકામમરણ (૨). સદ્-અસદુનો વિવેક ન કરી શકનાર મૂર્ખનું મરણ અકામ-મરણ હોય છે, તે વારંવાર થાય છે. પંડિતનું મરણ સકામ-મરણ હોય છે, તે માત્ર એક જ વાર થાય છે. (૩). કામ-ભોગોમાં આસક્ત થઈ જે અસત્ય કર્મ કરે છે તે વિચારે છે કે પરલોક તો મેં જોયો નથી, પરંતુ કામ-ભોગોનું સુખ તો પ્રત્યક્ષ છે (૫). ઘણા કાળથી ધારણ કરેલાં ચીવર, ચર્મ, નગ્નત્વ, જટા, સંઘાટી, મુંડન વગેરે ચિહ્નો શીહીન સાધુની રક્ષા કરતાં નથી. ક્ષુલ્લક-નિગ્રંથીય :
માતા, પિતા, પુત્રવધુ, ભ્રાતા, ભાર્યા, પુત્ર વગેરે કોઈપણ પોતાના સંચિત કર્મો વડે પીડાયેલા મારી રક્ષા કરી શકતા નથી (૩). બંધ-મોક્ષની વાતો કરનારા અને મોક્ષપ્રાપ્તિ માટેનું આચરણ ન કરનારા માત્ર વાતોની શક્તિથી પોતાના આત્માને આશ્વાસન આપે છે (૧૦). ઔરશ્રીય :
કોઈ પોતાના અતિથિ માટે કોઈ ઘેટાને ચોખા અને જવ ખવડાવીને પુષ્ટ બનાવે છે. ખાઈ ખાઈને તે ઘેટું હૃષ્ટ-પુષ્ટ અને વિપુલ દેહધારી બની જાય છે. એમ લાગે છે કે તે અતિથિના આવવાની વાટ જોતું હોય. જયાં સુધી અતિથિ આવતો નથી ત્યાં સુધી તે પ્રાણ ધારણ કરે છે, પરંતુ અતિથિ આવતાં જ લોકો તેને મારીને ખાઈ જાય છે. જેમ ઘેટું અતિથિના આગમનની પ્રતિક્ષા કરતું રહે છે, તેવી જ રીતે અધર્મી જીવ નરકગતિની પ્રતિક્ષા કરતો રહે છે (૧-૭). જેવી રીતે એક કાકિણી (રૂપિયાનો એંશીમો ભાગ) માટે કોઈ મનુષ્ય હજારો રૂપિયા ખોયા, અથવા કોઈ રાજાએ અપથ્ય કેરી ખાઈને પોતાનું આખું રાજ્ય ગુમાવી દીધું (એ જ રીતે પોતાના ક્ષણિક સુખ માટે જીવ પોતાનો સમગ્ર ભવ બગાડી નાખે છે) (૧૧). કામ-ભોગો કુશના અગ્રભાગ ઉપર રહેલાં જળબિંદુ જેવાં છે. આવી હાલતમાં આયુષ્ય અલ્પ હોઈને કેમ કલ્યાણમાર્ગ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો નહિ ? (૨૪) કપિલીય :
અનિત્ય, ક્ષણભંગુર અને દુઃખોથી ભરેલા આ સંસારમાં એવું કયું કર્મ કરું કે જેનાથી હું દુર્ગતિને પ્રાપ્ત ન થાઉં ? (૧) પૂર્વસંયોગોનો ત્યાગ કરી કોઈપણ વસ્તુમાં રાગ ન કરો. પુત્ર-કલત્ર વગેરેમાં રાગ ન કરો. એવો ભિક્ષુ બધા દોષોમાંથી છૂટી જાય છે (૨). જે લક્ષણવિદ્યા, સ્વપ્રવિદ્યા અને અંગવિદ્યાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org