________________
૧૨૧
ઉત્તરાધ્યયન સાધુત્વ સફળ થયું સમજવું જોઈએ (૧૬), કઠોર, દારુણ અથવા દુઃખોત્પાદક વચનો સાંભળીને ભિક્ષુ મૌન ધારણ કરે અને એવાં વચનોને મનમાં રહેવા ન દે (૨૫). જો સંયમશીલ અને ઈન્દ્રિયજયી ભિક્ષુને કોઈ ક્યારેય મારે તો તેણે વિચાર કરવો જોઈએ કે જીવનો ક્યારેય નાશ થતો નથી (૨૭). ભિક્ષુ ચિકિત્સા કરાવવાની ઈચ્છા ન કરે, પરંતુ સમભાવથી રહે, તેનાથી જ તેનું સાધુત્વ સ્થિર રહી શકે છે (૩૩). કર્મક્ષયનો ઈચ્છુક સાધુ આર્યધર્મનું પાલન કરતો કરતો મૃત્યુપર્યત મલ ધારણ કરે (૩૭). ચતુરંગીય :
ચાર વસ્તુઓ આ સંસારમાં દુર્લભ છે – મનુષ્યત્વ, શ્રુતિ (ધર્મશ્રવણ), શ્રદ્ધા અને સંયમ ધારણ કરવાની શક્તિ (૧). મનુષ્ય-શરીર પામીને પણ ધર્મશ્રવણ દુર્લભ છે. ધર્મશ્રવણ કરીને જીવ તપ, ક્ષમા અને અહિંસા પામે છે (૮). કદાચ ધર્મશ્રવણનો અવસર પણ મળી જાય તો તેના પર શ્રદ્ધા થવી ખૂબ મુશ્કેલ છે, કારણ કે ન્યાયમાર્ગનું શ્રવણ કરીને પણ ઘણા જીવો ભ્રષ્ટ થઈ જાય છે. (૯). મનુષ્યત્વ, ધર્મશ્રવણ અને શ્રદ્ધા પ્રાપ્ત થવા છતાં પણ સંયમપાલનની શક્તિ પ્રાપ્ત થવી દુર્લભ છે. ઘણા બધા જીવો સંયમની રુચિ રાખવા છતાં પણ તેનું આચરણ કરી શકતા નથી (૧૦). અસંસ્કૃત :
તૂટેલો જીવનતંતુ ફરીથી સાંધી શકાતો નથી, એટલા માટે હે ગૌતમ! તું એક સમય(ક્ષણ)નો પણ પ્રમાદ ન કર. જરા વડે ગ્રસ્ત પુરુષનું કોઈ શરણ નથી, પછી પ્રમાદી, હિંસક અને અયત્નશીલ જીવ કોના શરણમાં જશે ? (૧) પ્રમાદી જીવ આ લોકમાં કે પરલોકમાં શરણ મેળવી શકતો નથી. જેવી રીતે દીપક બુઝાઈ જતાં કંઈ પણ દેખાતું નથી, તેવી જ રીતે અનંત મોહના કારણે મનુષ્ય ન્યાયમાર્ગને જોઈને પણ જોતો નથી (૫). સૂતેલામાં જાગ્રત, બુદ્ધિમાન અને આશુપ્રજ્ઞાવાળો સાધક જીવનનો વિશ્વાસ ન કરે. કાળ રૌદ્ર છે, શરીર નિર્બળ છે, એટલા માટે સાધકે સદા ભાચુંડ પક્ષીની માફક અપ્રમત્ત બની વિચારવું જોઈએ (૬). મંદ મંદ સ્પર્શ ખૂબ આકર્ષક હોય છે, એટલા માટે તેમની તરફ પોતાના મનને જવા ન દે. ક્રોધને રોકે, માનને દૂર કરે, માયાનું સેવન ન કરે અને લોભનો ત્યાગ કરે (૧૨).
૧. સંભવ છે કે માલધારી હેમચન્દ્ર નામ પડવાનું આ જ કારણ હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org