________________
. ૧૨૦
અંગબાહ્ય આગમો નાશ થવા દેતો નથી. શ્રમણ ભગવાન કાશ્યપગોત્રીય મહાવીરે ૨૨ પરીષહો બતાવ્યા છે – સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, અચલ (વસ્ત્રરહિત હોવું), અરતિ (અપ્રીતિ), સ્ત્રી, ચર્યા (ગમન), નિષઘા (બેસવું), શવ્યા, આક્રોશ (કઠોર વચન), વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, જલ્લ (મળ), સત્કાર-પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને દર્શન.
તપના કારણે બાહુ, જાંઘ વગેરે કાકજંઘાની માફક કૃશ ભલેને થઈ જાય અને ભલેને શરીરની નસેનસ દેખાવા લાગે છતાં પણ ભોજન-પાનની માત્રા જાણનાર ભિક્ષુ સંયમમાં દીનવૃત્તિ કરતો નથી (૩). તૃષાથી પીડિત હોવા છતાં પણ અનાચારથી ભયભીત, સંયમની લાજ રાખનારો ભિક્ષુ શીતજનની જગ્યાએ ઉષ્ણજળનું જ સેવન કરે (૪). શીતળવાયુથી રક્ષણ કરનારું કોઈ ઘર ન હોય અને ન તો શરીરનું રક્ષણ કરનાર કોઈ વસ્ત્ર હોય, છતાં પણ ભિક્ષુ ક્યારેય અગ્નિ વડે તાપ લેવાનો વિચાર મનમાં લાવતો નથી (૭). ગરમીથી વ્યાકુળ સંયમી સાધુ સ્નાનની ઈચ્છા ન કરે, ન પોતાના શરીર ઉપર જળનો છંટકાવ કરે કે ન તો પંખાથી હવા નાખે (૯). જો ડાંસ-મચ્છર માંસ અને રક્તનું ભક્ષણ કરતા હોય તો તેમને ન મારે, ન ઉડાડે, ન તેમને કોઈપણ પ્રકારે કષ્ટ પહોંચાડે કે ન તેમના પ્રત્યે મનમાં કોઈપણ પ્રકારનો દ્વેષ રાખે, પરંતુ તેમની ઉપેક્ષા જ કરે (૧૧). મારાં વસ્ત્રો જીર્ણ થઈ ગયાં છે એટલે હું થોડાક જ દિવસોમાં અચેલ (વસ્ત્રરહિત) થઈ જઈશ અથવા મારાં આ વસ્ત્રો જોઈ કોઈ મને નવાં વસ્ત્રો આપશે એ વાતની ચિંતા સાધુ ક્યારેય ન કરે(૧૨). જેણે એ જાણી લીધું છે કે સ્ત્રીઓ મનુષ્યોની આસક્તિનું કારણ છે, તેમનું
૧. સરખાવો – પગ અને જાંઘ જેમનાં સુકાઈ ગયાં છે, પેટ કમરમાં ચોંટી ગયું છે,
હાડકાં-પાંસળાં નીકળી ગયાં છે, કમરનાં હાડકાં રુદ્રાક્ષની માળાની માફક એક એક કરીને ગણી શકાય છે, છાતી ગંગાના તરંગો જેવી દેખાય છે, ભુજાઓ સુકાઈ ગયેલા સાપ જેવી લટકી ગઈ છે, મસ્તક કાપી રહ્યું છે, શરીર કરમાઈ ગયું છે, આંખો અંદર જતી રહી છે, ખૂબ મુશ્કેલીથી ચાલી શકાય છે, બેસીને ઊભા થઈ શકાતું નથી અને બોલવા માટે જીભ ઊપડતી નથી – અનુત્તરોવવાયદસાઓ, પૃ. ૬૬; થેરગાથા ૫૮૦,
૯૮૨-૮૩, ૯૮૫, ૧૦૫૪-૬ પણ જોવાં જોઈએ. ૨. આ પરથી જણાય છે કે જૈન સંઘમાં જિનકલ્પી અને વિકલ્પી એમ બંને પ્રકારના
સાધુઓ હતા. જુઓ – આચારાંગ, ૬.૩.૧૮૨; જગદીશચન્દ્ર જૈન, જૈન આગમ સાહિત્ય મેં ભારતીય સમાજ, પૃ. ૨૨, ૨૧૨-૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org