________________
૧૧૨
અંગબાહ્ય આગમો સુભદ્રાને આ સારું ન લાગ્યું અને તેથી તે કોઈ બીજા ઉપાશ્રયમાં જઈ રહેવા લાગી. ઘણા વર્ષો સુધી તે શ્રમણધર્મનું પાલન કરતી રહી. તે પછી સલ્લેખનાપૂર્વક શરીરનો ત્યાગ કરી તે સ્વર્ગમાં ઉત્પન્ન થઈ.
સ્વર્ગમાંથી શ્રુત થઈ તે બિભેલ સન્નિવેષમાં એક બ્રાહ્મણના ઘરે જન્મી. તેનું નામ સોમા રાખવામાં આવ્યું. યુવાવસ્થા પ્રાપ્ત થતાં પોતાના ભાણેજ સાથે તેના વિવાહ કરી દીધા. તેને ઘણા પુત્રો અને પુત્રીઓ જમ્યા. તે બધા નાચતાં કૂદતાં, દોડતાં ભાગતાં, હસતાં રોતાં, એકબીજાને મારતાં પીટતાં, રોતાં કકળતાં અને ખાવાનું માગતાં; તેમનાં શરીર ગંદા અને મેલા તથા મળમૂત્રથી ખરડાયેલા રહેતાં. આ જોઈને સોમા ખૂબ તંગ આવી ગઈ. તેણે વિચાર્યું કે વાંઝણી માતાઓ કેટલી ધન્ય છે કે જેઓ ચિંતારહિત જીવન ગુજારે છે. આમ વિચારી તેણે ફરીથી શ્રમણધર્મમાં દીક્ષા ગ્રહણ કરી.
પાંચમા અધ્યયનમાં પૂર્ણભદ્ર, છઠ્ઠામાં મણિભદ્ર, સાતમામાં દત્ત, આઠમામાં શિવ ગૃહપતિ, નવમામાં બલ અને દસમામાં અણાઢિય ગૃહપતિનું વર્ણન છે. પુષ્ફચૂલા :
આ ઉપાંગમાં પણ દસ અધ્યયનો છે - સિરિ, હિરિ, દિતિ, કિત્તિ, બુદ્ધિ, લચ્છી, ઈલાદેવી, સુરાદેવી, રસદેવી અને ગંધદેવી. વહિદસા :
આ ઉપાંગમાં બાર અધ્યયનો છે – નિષઢ, માઅનિ, વહ, વહ, પગતા, જુરી, દસરહ, દઢર, મહાપણું, સત્તધણુ, દસધર્ અને સયધણૂ. - પહેલું અધ્યયન – દ્વારવતી (દ્વારકા) નગરીની ઉત્તર-પૂર્વમાં રૈવતક નામે પર્વત હતો. એ પર્વત ઊંચો હતો, અનેક વૃક્ષો અને લતાઓ વગેરેથી શોભિત હતો, હંસ, મૃગ, મયૂર, ક્રૌંચ, સારસ વગેરે પક્ષીઓ એમાં નિવાસ કરતા હતા, દેવગણો ક્રિીડા કરતા હતા તથા દશાર્ણ રાજાઓનો તે અત્યંત પ્રિય પર્વત હતો. આ પર્વતની પાસે જ નંદનવન હતું જયાં બધી ઋતુઓનાં ફૂલો ખીલતાં હતાં. આ વનમાં સુરપ્રિય નામે એક યક્ષ રહેતો હતો. લોકો તેની પૂજા-ઉપાસના કરતા હતા.
દ્વારવતી નગરીમાં કૃષ્ણ વાસુદેવ રાજ્ય કરતા હતા. તેઓ સમુદ્રવિજયપ્રમુખ દસ દશાર્ણ રાજાઓ, બલદેવપ્રમુખ પાંચ મહાવીરો, ઉગ્રસેનપ્રમુખ રાજાઓ, પ્રદ્યુમ્નપ્રમુખ કુમારો, શાંબપ્રમુખ યોદ્ધાઓ, વીરસેનાપ્રમુખ વીરો, રુક્મિણીપ્રમુખ રાણીઓ તથા અનંગસેના વગેરે ગણિકાઓથી ઘેરાયેલા રહેતા હતા. દ્વારવતીમાં બલદેવનામક રાજા રહેતા હતા, તેમની રાણીનું નામ રેવતી હતું. તેણે નિસઢકુમારને જન્મ આપ્યો. ૧, સુરપ્રિય યક્ષની કથા માટે જુઓ – આવશ્યકચૂર્ણિ, પૃ. ૮૭ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org