________________
૧૧૫
ઉત્તરાધ્યયન નિર્યુક્તિના આધારે રચાઈ છે. પ્રોફેસર વિટનિસ્ત્ર આદિ વિદ્વાનોએ ઉક્ત ત્રણ મૂલસૂત્રોમાં પિંડનિર્યુક્તિનો સમાવેશ કરી મૂલસૂત્રોની સંખ્યા ચાર માની છે. કેટલાક લોક પિંડનિર્યુક્તિની સાથે ઘનિર્યુક્તિને પણ મૂલસૂત્ર તરીકે સ્વીકારે છે. ક્યાંક પખિયસુત્તની ગણતરી મૂલસૂત્રોમાં કરવામાં આવી છે. મૂલસૂત્રોનો ક્રમ :
મૂલસૂત્રોની સંખ્યાની માફક તેમના ક્રમમાં પણ ગરબડ થયેલ જણાય છે. મૂલસૂત્રોના નિમ્નલિખિત ક્રમ ઉલ્લેખનીય છે :
(૧) ઉત્તરાધ્યયન, આવશ્યક, દશવૈકાલિક. (૨) ઉત્તરાધ્યયન, આવશ્યક, દશવૈકાલિક, પિંડનિયુક્તિ. (૩) ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, આવશ્યક, પિંડનિર્યુક્તિ તથા ઓશનિયુક્તિ. (૪) ઉત્તરાધ્યયન, આવશ્યક, પિંડનિર્યુક્તિ તથા ઓઘનિર્યુક્તિ, દશવૈકાલિક.
જૈન આગમોમાં મૂલસૂત્રોનું સ્થાન ઘણું મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને ઉત્તરાધ્યયન અને દશવૈકાલિક ભાષા તથા વિષયની દૃષ્ટિએ અત્યંત પ્રાચીન છે. આ સૂત્રોની તુલના સુત્તનિપાત, ધમ્મપદ વગેરે પ્રાચીન બૌદ્ધ સૂત્રો સાથે કરવામાં આવે છે. પિંડનિર્યુક્તિ અને ઓઘનિર્યુક્તિમાં સાધુઓના આચાર-વિચારનું વિસ્તૃત વર્ણન હોવાના કારણે તેમના દ્વારા સાધુ-સંસ્થાના ઈતિહાસ પર પ્રકાશ પડે છે. મૂલસૂત્રોના નિમ્નલિખિત પરિચયથી તેમના મહત્ત્વનું અનુમાન કરી શકાય છે. પ્રથમ મૂલસૂત્ર :
ઉત્તરજઝયણ–ઉત્તરાધ્યયન જૈન આગમોમાં પ્રથમ મૂલસૂત્ર છે.
૧. આવશ્યકનિર્યુક્તિ, ૬૬૫; મલયગિરિ-ટીકા, પૃ. ૩૪૧. ૨. (અ) અંગ્રેજી પ્રસ્તાવના વ. સાથે – Jarl Charpentier, Upsala, 1923. (આ) અંગ્રેજી અનુવાદ – H. Jacobi, S. B. E. Series, ol. 45, Oxford,
1895; Motilal Banarasidass, Delhi, 1964. (ઈ) લક્ષ્મીવલ્લભવિહિત વૃત્તિ સહિત, આગમસંગ્રહ, કલકત્તા, વિ.સં.૧૯૩૬ (ઈ) જયકીર્તિકૃત-હીરાલાલ હંસરાજ, જામનગર, ઈ.સ.૧૯૦૯ (6) શાન્તિસૂરિવિહિત શિષ્યહિતા ટીકા સહિત - દેવચન્દ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર,
મુંબઈ, ઈ.સ.૧૯૧૬-૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org