________________
નિરયાવલિકા
૧ ૧૩ તે સમયે અરિષ્ટનેમિ દ્વારવતીમાં પધાર્યા. તેમના આગમન વિશે સાંભળી કૃષ્ણ પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવી સામુદાનિક ભેરી વડે અરિષ્ટનેમિના આગમનની સૂચના નગરવાસીઓને આપવાનો આદેશ કર્યો. ભેરીની ઘોષણા સાંભળી અનેક રાજાઓ, ઈશ્વરો, સાર્થવાહો વગેરે કૃષ્ણની સેવામાં ઉપસ્થિત થઈ જય-વિજય દ્વારા તેમને વધામણી આપવા લાગ્યા. ત્યારપછી કૃષ્ણ વાસુદેવ હાથી ઉપર સવાર થઈ પોતાના દળકટક સાથે ભગવાનની વંદના કરવા ચાલ્યા. નિસઢકુમારે શ્રાવકના વ્રતો ગ્રહણ કર્યા. ત્યારપછી નિસઢના પૂર્વભવનું વર્ણન છે.
રોહીડય (રોહતક, પંજાબ) નગરમાં મહાબલ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને વીરાંગદ નામે પુત્ર હતો. એકવાર આચાર્ય સિદ્ધાર્થ તે નગરમાં પધાર્યા અને મણિદત્ત નામના યક્ષાયતનમાં ઉતર્યા. વીરાંગદે સિદ્ધાર્થ પાસે શ્રમણદીક્ષા ગ્રહણ કરી અને કાળાંતરે સલ્લેખના દ્વારા શરીરત્યાગ કરી સ્વર્ગ પ્રાપ્ત કર્યું. ત્યાંથી શ્રુત થઈ તેણે દ્વારવતીમાં બલદેવ રાજા અને રેવતી રાણીના ઘરે જન્મ લીધો. કાળાંતરે તેણે નિર્વાણ પ્રાપ્ત કર્યું.
આ જ રીતે બાકીના અગિયાર અધ્યયનો સમજવા જોઈએ.
બૃહત્કલ્પભાષ્ય (પીઠિકા, ગા. ૩૫૬)માં કૃષ્ણની ચાર ભેરીઓનો ઉલ્લેખ છે - કોમુઈયા, સંગામિયા, દુભૂઇયા અને અસિવોવસમણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org