________________
નિરયાવલિકા
૧ ૧ ૧ વિષમ પર્વત, ગર્ત અથવા ગુફામાં પડીને કે અલિત થઈને પછી ઉઠીશ નહિ. આમ વિચારીને તે એક અશોક વૃક્ષ નીચે ગયો, પાત્રો અને કરંડિયો એક બાજુ મૂક્યા અને તે સ્થાનને વાળીચોળી સાફ કરી ત્યાં વેદી બનાવી. પછી દર્ભ અને કળશ હાથમાં લઈ ગંગાસ્નાન કરવા ગયો. ત્યાંથી પાછા ફરી અશોક વૃક્ષ નીચે વાલુકા પર દર્ભ અને સંશ્લેષ દ્રવ્યો દ્વારા વેદિકા તૈયાર કરી, પછી અગ્નિ પેદા કરી તેની પૂજા કરી અને કાષ્ઠમુદ્રાથી મોટું બાંધી શાંતભાવે બેસી ગયો. એ જ રીતે સોમિલે સમપર્ણ, વટ અને ઉદુંબર વૃક્ષ નીચે બેસીને પોતાનું વ્રત પૂરું કર્યું.
ચોથા અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે કે વારાણસી (બનારસ) નગરીમાં ભદ્ર નામે એક સાર્થવાહ રહેતો હતો. તેની ભાર્યાનું નામ સુભદ્રા હતું. સુભદ્રા વાંઝણી હોવાને કારણે બહુ દુઃખી રહ્યા કરતી હતી. તે વિચાર્યા કરતી કે તે માતાઓ કેટલી ધન્ય છે કે જેમણે પોતાની કૂખે સંતાનને જન્મ આપ્યો છે, જે ધાવણના લોભી અને મધુર આલાપ કરતા પોતાના સંતાનને પોતાનું દૂધ પીવડાવે છે અને તેને પોતાના હાથે ઊચકી પોતાના ખોળામાં બેસાડી તેની કાલીઘેલી વાણીનું શ્રવણ કરે છે.
એક વખતની વાત છે, સુવ્રતા નામની આર્યા સમિતિ અને ગુતિપૂર્વક વિહાર કરતી કરતી બનારસમાં આવી અને તેણે ભિક્ષા માટે સુભદ્રાના ઘરમાં પ્રવેશ કર્યો, સુભદ્રાએ સુવ્રતાનો વિપુલ અશનપાન વગેરે વડે સત્કાર કર્યો. ત્યારપછી તેણે આર્યાને સંતાનોત્પત્તિ માટે કોઈ વિદ્યા, મંત્ર, વમન, વિરેચન, બસ્તિકર્મ, ઔષધી વગેરે આપવા માટે માંગણી કરી. આર્યાએ ઉત્તર આપ્યો કે આવો ઉપદેશ આપવો કે તેની વિધિ બતાવવી તો દૂર રહી, શ્રમણ સાધ્વીઓ આવી વાતો સુદ્ધાં સાંભળી શકે નહિ. તેઓ તો માત્ર કેવળી ભગવાને કહેલો ઉપદેશ જ આપે છે. આર્યાના ઉપદેશથી પ્રભાવિત થઈને સુભદ્રા શ્રમણોપાસિકા બની ગઈ. કેટલાક દિવસો બાદ પોતાના પતિની અનુમતિ મેળવી, સઘળાં આભરણો વગેરેનો ત્યાગ કરી અને પંચમુષ્ટિ દ્વારા પોતાના કેશનો લોચ કરી સુભદ્રાએ સુવ્રતા પાસે શ્રમણદીક્ષા ગ્રહણ કરી.
શ્રમણી બનવા છતાં પણ સુભદ્રાના મોત બાળકોમાં અધિક હતો. ક્યારેક તે બાળકોને ઉપટન કરી આપતી, તેમને શણગારતી, તેમને ભોજન કરાવતી, તેમને ખોળામાં બેસાડતી અને તેમની સાથે વિવિધ રમતો કરતી. સુવ્રતાએ સુભદ્રાને સમજાવ્યું કે જો, સાધ્વી માટે આ ઉચિત નથી. પરંતુ તેણે ધ્યાન આપ્યું નહિ. આ જોઈ બીજી શ્રમણીઓ પણ સુભદ્રાની અવગણના કરવા લાગી.
૧. રાજીમતીએ પણ કેશ લોચ કરી આર્યાના વ્રતો ગ્રહણ કર્યા હતાં. જુઓ – ઉત્તરાધ્યયનનું
રથનેમીય અધ્યયન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org