________________
૧૦૮
અંગબાહ્ય આગમો બેસાડીને, કોઈને સૂંઢથી ઉપર ઉછાળીને, કોઈને પોતાના દાંતમાં પકડીને અને કોઈની ઉપર જળની વર્ષા કરી ક્રીડા કર્યા કરતો. રાજા કૃણિકની રાણી પદ્માવતીને આ જોઈ ખૂબ ઈર્ષા થઈ. તેણે કૂણિકને કહ્યું કે જો આપણી પાસે સેચનક હસ્તી ન હોય તો આપણું આખું રાજ્ય જ નકામું છે. રાણીએ વારંવાર આગ્રહ કરતાં એક દિવસ કૂણિકે વેહલકુમાર પાસે સેચનક ગંધહસ્તી અને હાર માગ્યો. વેહલે ઉત્તર આપ્યો – જો તું મને પોતાનું અડધું રાજ્ય આપવા તૈયાર હોય તો હું હાથી અને હાર આપી શકું. પરંતુ કૂણિક અડધું રાજય આપવા માટે તૈયાર થયો નહિ.
વેહલ્લકુમારે વિચાર્યું કે કોણ જાણે કૂણિક શુંય કરશે, એટલા માટે તે હાથી અને હાર સાથે લઈને વૈશાલીના રાજા પોતાના નાના ચેટક પાસે ચાલ્યો ગયો. કૂણિકને જ્યારે આ વાત જાણવા મળી ત્યારે તેને ઘણું ખરાબ લાગ્યું. તેણે ચેટક પાસે દૂત મોકલ્યો કે વેહલને હાથી અને હાર સાથે પાછો મોકલી આપો. ચેટકે દૂત સાથે કહેવડાવ્યું જેવો મારો ભાણેજ કૂણિક છે તેવો જ વેહલ પણ છે એટલા માટે હું પક્ષપાત કરી શકે નહિ. રાજા શ્રેણિકે પોતાની જીવિતાવસ્થામાં જ હાથી અને હારનો ભાગ વહેંચી આપ્યો હતો, આવી સ્થિતિમાં જો કૂણિક અડધું રાજ્ય આપવા તૈયાર હોય તો તેને હાથી અને હાર મળી શકે. રાજદૂતે પાછા ફરી કૂણિકને બધી વાત કરી. કૂણિકે ફરી વાર દૂત મોકલ્યો. ચેટકે ફરી તે જ જવાબ આપી તેને પાછો મોકલ્યો. આ વખતે કૂણિકને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે દૂતને કહ્યું કે તું ચેટકની પાદપીઠનું ડાબા પગ વડે ઉલ્લંઘન કરી ભાલા ઉપર આ પત્ર રાખી તેને આપજે અને કહેજે કે કાં તો ત્રણે વસ્તુ પાછી મોકલી દો નહિ તો યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. કૂણિકનો આ વ્યવહાર ચેટકને ખૂબ ખરાબ લાગ્યો અને તેણે દૂતને અપમાનિત કરી પાછલા બારણેથી બહાર કાઢી મૂક્યો.
કૂણિકે કાલ વગેરે કુમારોને બોલાવી તેમને યુદ્ધ માટે તૈયાર થઈ જવા આજ્ઞા કરી. કાલ વગેરે કુમારોને સાથે લઈ કૂણિક ચતુરગિણી સેનાથી સજ્જ થઈ અંગ જનપદને વીંધી વિદેહ જનપદ થઈને વૈશાલી નગરીમાં પહોંચ્યો. આ બાજુ ચેટકે કાશીના નવ મલકી અને કોશલના નવ લિચ્છવી – એમ અઢાર ગણરાજાઓને બોલાવી મંત્રણા કરી. બધાએ મળી નિશ્ચય કર્યો કે કૃણિકને હાથી અને હાર પાછા મોકલવાનું યોગ્ય નથી અને શરણાગત વેહલ્લકુમારને પણ પાછો મોકલવો યોગ્ય નથી. બંને સેનાઓ વચ્ચે ઘનઘોર યુદ્ધ થયું. કૃષિકે ગરુડ વ્યુહ રચ્યો અને તે રથમુશલ સંગ્રામ કરવા લાગ્યો. ચેટકે શકટ યૂહ રચ્યો અને તે પણ રથમુશલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org