________________
નિરયાવલિકા
૧૦૭ કૂણિકની આંગળી પાકવાથી તેમાંથી વારંવાર લોહી અને પરુ નીકળતું હતું. તેથી તે ખૂબ રોતો હતો. પોતાના પુત્રની વેદના શાંત કરવા માટે શ્રેણિક તેની આંગળી મોંમા રાખી તેનું લોહી અને પરુ ચૂસી લેતો, જેથી બાળક શાંત થઈ જતો.
મોટો થતાં કૂણિકે વિચાર્યું કે રાજા શ્રેણિક જીવતા હશે ત્યાં સુધી હું રાજા બની શકીશ નહિ એટલે કેમ તેને ગિરફતાર કરી મારો રાજ્યાભિષેક ન કરી લઉં? એક દિવસ કૂણિકે કાલ આદિ દસ રાજકુમારોને બોલાવીને તેમની સમક્ષ આ પ્રસ્તાવ રાખ્યો અને તેમની અનુમતિ પ્રાપ્ત કરી તેમણે રાજાને સાંકળમાં બાંધી ખૂબ ઠાઠમાઠથી પોતાનો રાજ્યાભિષેક કર્યો.
આ રીતે કણિક રાજગાદી પર બેસી ગયો. એક દિવસ તે પોતાની માના પાયવંદન માટે ગયો. માને ચિંતાતુર જોઈ તેણે કહ્યું – જુઓ મા, હું હવે રાજા બની ગયો છું છતાં પણ તમે પ્રસન્ન કેમ નથી ? માએ જવાબ આપ્યો – હે પુત્ર ! તેં અત્યંત સ્નેહ રાખનાર પોતાના પિતાને બાંધીને કારાગૃહમાં નાખ્યા છે, પછી હું કેવી રીતે સુખી રહી શકું? ત્યારપછી રાણીએ ગર્ભથી માંડી તેના જન્મ સુધીની બધી વાતો તેને કહી. આ સાંભળી કૂણિકને ખૂબ પશ્ચાત્તાપ થયો અને તે તરત જ પરશુ હાથમાં લઈ તેના વડે રાજાનું બંધન કાપવા માટે કારાગૃહ તરફ ચાલ્યો. શ્રેણિકે દૂરથી જોયું કે કૂણિક પરશુ હાથમાં લઈ આવી રહ્યો છે એટલે તેણે વિચાર્યું કે હવે આ દુષ્ટ મને જીવતો છોડશે નહિ. આમ વિચારી તેણે તાલપુટ વિષ ખાઈને પોતાના પ્રાણોનો અંત આણ્યો. '
કેટલાક દિવસો પછી કૂણિકે રાજગૃહ છોડી દીધું અને ચંપામાં આવી રહેવા લાગ્યો. ત્યાં કૂણિકનો નાનો ભાઈ વેહલ્લકુમાર રહેતો હતો. તેને રાજા શ્રેણિકે પોતે જીતેલા સેચનક નામે ગંધહસ્તી અને અઢાર સેરનો હાર સોંપ્યો હતો. વેહલ પોતાની રાણીઓ સાથે હાથી પર સવાર થઈ ગંગામાં સ્નાન કરવા રોજ જતો. તે હાથી, કોઈ રાણીને સૂંઢ વડે પોતાની પીઠ પર બેસાડીને, કોઈને ખાંધ પર
૧. તત્કાળ પ્રાણનાશક વિષ. નેતન તાત્રા સંપુટનંતિ તેતરેન માયતીતિ તાતપુડું
(દશવૈકાલિકચૂર્ણિ, ૮, ૨૯૨). સ્થાનાંગસૂત્ર (પૃ. ૩૫૫ અ)માં છ પ્રકારનું વિષપરિણામ
બતાવ્યું છે – દષ્ટ, ભુક્ત, નિપતિત, માંસાનુસારી, શોણિતાનુસારી, સહસ્રાનુપાતી. ૨. આ સંબંધી બીજી પરંપરા માટે જુઓ – આવશ્યકચૂર્ણિ, ૨, પૃ. ૧૭૧. ૩. સેચનક ગંધહસ્તી અને હારની ઉત્પત્તિ માટે જુઓ – એજન, પૃ. ૧૭૦; ઉત્તરાધ્યયનચૂર્ણિ,
૧, ૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org