________________
નિરયાવલિકા
૧૦૫
પ્રશ્નોના ઉત્તરમાં તેમણે નિરયાવલિયા વગેરે ઉપાંગોનું પ્રતિપાદન કર્યું. નિરયાવલિયાસૂત્રમાં દસ અધ્યયનો છે જેમાં કાલ, સુકાલ, મહાકાલ, કષ્ટ, સુકર્ણા, મહાકહ, વીરકણ્વ, રામષ્ઠ, પિઉસેણકર્ણા અને મહાસેણકર્ણાનું વર્ણન છે.
ચંપા નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તેની રાણી ચેલ્લણાના પેટે કૂણિકનો જન્મ થયો. શ્રેણિકની બીજી રાણી કાલી હતી. તેના પેટે કાલ નામક રાજકુમારનો જન્મ થયો. એક વખતની વાત છે, કાલે કૂણિક પર ચઢાઈ કરી અને બંને ભાઈઓમાં રથમુશલ સંગ્રામ' થવા લાગ્યો. તે સમયે મહાવીર પોતાના શ્રમણો સાથે ચંપા નગરીમાં વિહાર કરી રહ્યા હતા. કાલીએ મહાવીર સમીપ જઈને પ્રશ્ન કર્યો કે ભગવન્ ! કાલનો જય થશે કે પરાજય ? મહાવીરે જવાબ દીધો કાલ કૂણિકની સાથે રથમુશલ સંગ્રામ કરતો કરતો વૈશાલીના રાજા ચેટક દ્વારા મૃત્યુ પામશે અને હવે તું તેને જોઈ શકીશ નહિ.
-
રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તેની નંદા રાણીના પેટે અભયકુમાર નો જન્મ થયો હતો. એક વખતની વાત છે, શ્રેણિકની રાણી ચેલ્લણાને પોતાના પતિના ઉદરનું માંસ તળીને સુરા વગેરે સાથે ભક્ષણ કરવાનો દોહદ પેદા થયો અને દોહદ પૂર્ણ ન થવાને કારણે તે રુગ્ણ અને ઉદાસ રહેવા લાગી. રાણીની અંગપરિચારિકાએ આ સમાચાર રાજાને આપ્યા. રાજાએ ચેલ્લણા પાસે પહોંચી તેની ચિંતાનું કારણ પૂછ્યું. પહેલાં તો રાણીએ કંઈ જવાબ આપ્યો નહિ,
૧. અંતગડદસાઓ (૭, પૃ. ૪૩)માં કાલી, સુકાલી, મહાકાલી, કૃષ્ણા, સુકૃષ્ણા, મહાકૃષ્ણા, વીરકૃષ્ણા, રામકૃષ્ણા, પિઉસેણકૃષ્ણા, મહાસેણકૃષ્ણા આ શ્રેણિકની પત્નીઓના નામ ગણાવવામાં આવ્યા છે.
G
૨. જૈન સૂત્રોમાં મહાશિલાકંટક અને રથમુશલ નામે બે મહાસંગ્રામોનો ઉલ્લેખ મળે છે. આ યુદ્ધોમાં લાખો માણસો માર્યા ગયા હતા. જુઓ ભગવતી, ૭. ૯. ૫૭૬-૭૮; આવશ્યકચૂર્ણિ, ૨, પૃ. ૧૭૪.
----
૩. અભયકુમાર રાજા શ્રેણિકનો એક કુશળ મંત્રી હતો. તેની બુદ્ધિમત્તાની અનેક કથાઓ આવશ્યકચૂર્ણિ વગેરે જૈન ગ્રંથોમાં મળે છે. આજ પણ કાઠિયાવાડમાં અભયકુમા૨ના નામે અનેક કથાઓ પ્રસિદ્ધ છે.
Jain Education International
૪. બાળક ગર્ભમાં આવ્યા પછી બે-ત્રણ મહિને ગર્ભવતી સ્ત્રીઓને અનેક પ્રકારની ઈચ્છાઓ થાય છે જેને દોહદ (દ્વિ–હૃદય) કહેવામાં આવે છે. જુઓ – સુશ્રુતસંહિતા, શારીરસ્થાન, અધ્યાય ૩; મહાવર્ગી, ૧૦. ૨. ૫. પૃ. ૩૪૩; પેન્જર, કથાસરિત્સાગર, એપેન્ડિક્સ ૩, પૃ. ૨૨૧-૮; જગદીશચંદ્ર જૈન, જૈન આગમ સાહિત્ય મેં ભારતીય સમાજ, પૃ. ૨૩૯-૨૪૦
For Private & Personal Use Only
www.jainelibrary.org